કરવું પડ્યું
કરવું પડ્યું
1 min
14K
લાખ ઇચ્છા નું દહન કરવું પડ્યું,
આંસુઓ થી આચમન કરવું પડ્યું.
આપ ને સાદી સમજ દેવા થકી
કેટલું ઊંડું મનન કરવું પડ્યુ.
મે મદદ કરવા તને ચાહી હતી
આખરે મારે સહન કરવું પડ્યું
વ્યાસ પીઠે બેસવાની લાલચે
કાયમી સરખું ભજન કરવું પડ્યું
