Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મુને કેડ કાંટો વાગ્યો.
મુને કેડ કાંટો વાગ્યો.
★★★★★

© Lok Geet

Others

1 Minutes   111    5


Content Ranking

હાં કે રાજ !

વાવડીના પાણી ભરવા ગ્યાં’તા મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ ! વડોદરાના વૈદડા તેડાવો, મારા કાંટડિયા કઢાવો,

મુને પાટડિયા બંધાવો; મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ ! ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહિ પાથરણાં પથરાવો,

આડા પડદલા બંધાવો; મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ ! ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો,

મારા ધબકે ખંભા દુ:ખે; મુને કેર કાંટો વગ્યો.

હાં કે રાજ ! આંગણિયેથી ગાવલડીને કાઢો,

એના વલોણાંને સોતી; મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !સસરાજીને ચોવટ કરવા મેલો,

મુને ઘૂંઘટડા કઢાવો;મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ ! નણંદડીને સાસરિયે વળાવો,

એના છોરૂડાં ને સોતી, મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !ફળિયામાંથી પડોશણને કાઢો,

એના રેંટિયાને સોતી, મુને કેર કાંટો વાગ્યો.

વાવડી કાંટો વૈદરાજ ઓસડિયા લોકગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..