Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amit Parikh

Others

2  

Amit Parikh

Others

એક ઇચ્છા.

એક ઇચ્છા.

1 min
6.9K


એક ઇચ્છા...

અનંત શૂન્યાવકાશમાં ખળભળ થઈ ગઈ

લાખો વિસ્ફોટોની હારમાળા થઈ ગઈ

જોતજોતામાં પંચતત્વોની સૃષ્ટિ થઈ ગઈ

અસંખ્ય ઇચ્છાઓની એ જનેતા થઈ ગઈ!

 

એક ઇચ્છા...

સત્યની શોધમાં રઝળપાટ થઈ ગઈ

લાખો વિચારોની આંધી થઈ ગઈ

ગુરૂઓ અને ગ્રંથોની ભરમાર થઈ ગઈ

અસંખ્ય સંપ્રદાયોની એ જનેતા થઈ ગઈ!

 

એક ઇચ્છા...

દૂર દૂર દેશ એના પર ચર્ચા થઈ ગઈ

લાખો કાગળો પર શાહીની નદીઓ થઈ ગઈ

વાંચીને કેટલીય આંખો ભીની થઈ ગઈ

અસંખ્ય ક્રાંતિઓની એ જનેતા થઈ ગઈ!

 

એક ઇચ્છા...

લોહીની નદીઓ વહેતી થઈ ગઈ

લાખો નિર્દોષોની કત્લેઆમ થઈ ગઈ

દર્દનાક ચીસો ઠરીઠામ થઈ ગઈ

અસંખ્ય ચિતાઓની એ જનેતા થઈ ગઈ!


Rate this content
Log in