ન કર
ન કર
1 min
1.1K
આમ હ્રદય પર ઉપરા ઉપરી ઘા ન કર,
અથવા પછી મલમ બની લાગ્યા ન કર.
પ્રયાસોની મઝા મને પણ લુંટવા દે,
આમ પહેલા પ્રયત્ને તું 'હા' ન કર.
પહોંચવું છે કયાં એ પ્રથમ વિચાર કર,
રસ્તાને જોઈને તું ચાલ્યા ન કર.
યાદ કરતાં સ્વપ્ન વધારે સ્પષ્ટ હોય,
નિદ્રા ને આધીન થા જાગ્યા ન કર.
ચાંપ દિવાસળી એ ખુદ તને આપશે,
દિપકની પાસે પ્રકાશ માંગ્યા ન કર.