Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ચાલી નીકળ
ચાલી નીકળ
★★★★★

© Sanjoo Vala

Others

1 Minutes   13.6K    2


Content Ranking

રસ્તો નથી તો કર નવી કેડી અને ચાલી નીકળ,
પગપાળા તારી જાતને તેડી અને ચાલી નીકળ.

જાળાં નકામા ઝાંખરા ખેડી અને ચાલી નીકળ,
સંબંધ'ને શાખા  બધું  વેડી અને ચાલી નીકળ.


સામે  પવન તું  ડગલું  ભરશે  ત્યાં જ લેશે ઊંચકી લે,
તોડ લખ ચોર્યાસીની બેડી અને ચાલી નીકળ.

બીજી પળે  આકાશ  એની  મ્હેકથી છલકી ઊઠે,
તું રાગિણી એ લાક્ષણિક છેડી અને ચાલી નીકળ.

પથ્થરમાં  પણ  સંવેદનાઓ ગીત તારું સ્થાપશે,
અણફળ રહેલાં  ઝાડ ઝંઝેડી અને ચાલી નીકળ.

 સમધર્મી  સાથે  ચાલતા  નિજમાર્ગ સંભાળી રહે,
એવી અડીખમ શોધી લે હેડી અને ચાલી નીકળ

 સક્ષમ ચડી શકવા ન હો, હા ઝાલ એની આંગળી,
પ્હોંચે  પછી  છોડી દે  એ મેડી અને ચાલી નીકળ.

 

 

 

રસ્તો નવી કેડી

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..