એક તારો આભમાં
એક તારો આભમાં
1 min
6.9K
એક તારો આભમાં ઝગમગ કરે છે,
ઘોર રાત્રે ચાંદને એ ચીડવે છે.
ભૂમિના ખોળે શિતળતા ના મળી તો,
સૂર્ય ગગને વેરથી લૂ ઊગળે છે.
નૃત્ય તારું ઝાંઝરી બિન તે છતાં યે,
હૈયું મારું ઝૂમવાને થનગને છે.
છલકતી આંખો ભલે તે ના નિહાળી,
વરસતું પાણી બતાવે એ રડે છે.
વેદનાનું ચોક્કસ સરનામું નથી હોતું,
પલક ભીની જોઇ ત્યાં આવી ચઢે છે.