Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Naishadh Makwana

Others

2.1  

Naishadh Makwana

Others

વિચારી જો.

વિચારી જો.

1 min
13.7K


હદયના ધાવ ભૂલીને, વિચારે તો વિચારી જો,
બધો સંતાપ ખંખેરી, પધારે તો વિચારી જો,

સફર માં શું વધારે ચાલવું કે બોલવું પલભર.
નવો ઉલ્લાસ દિલમાં લઇ, પુકારે તો વિચારી જો,

હકીકતને ય જાણી લે, સમયસર તું બધું સમજે
પછી મારા વિચારોને, મઠારે તો વિચારી જો,

કદી પણ કોઇ પૂછે કે, પરસ્પરની વ્યથા શી છે?
છતાં મનમાં જ મનની વાત, મારે તો વિચારી જો,

બધી વરસી પડેલી, લાગણીની, પાળ બાંધી લઇ
છલોછલ પ્યાર કરતા રહી, ટપારે તો વિચારી જો,

જરા અણસારની વચ્ચે લગીરે સાન સમજાવી,
અચાનક તું અકસ્માતે, ઉગારે તો વિચારી જો,

વમળમાંથી કિનારે, તું જ તો લાવી શકે આખર,
સફરની નાવ પણ તારા, ઇશારે તો વિચારી જો,


Rate this content
Log in