ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે,
તો શા માટે તારું નામ ઝાડ છે ?
શા માટે તારી ને મારી વચ્ચાળ,
આમ ડાળી ને ડાળખાંની આડ છે ?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું,
આવડે છે એમ !
પાંદડું કહે કે, મારે અડવું આકાશને,
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે,
જે સૌ સાથે આપણને સાંધતું.
તૂટવાનો અર્થ તને અડકે નહીં,
તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ ?