Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Sanghavi

Others

2  

Arvind Sanghavi

Others

હોય છે

હોય છે

1 min
1.3K


કવિતા ક્યાં કદી કોઈની હોય છે
એતો કવિની સગી દિકરી હોય છે
 
ઝાંઝર પેરી જો ને ફળીયામાં કુદતી
હોય જાણે સોળે શણગાર સજીને
 
ક્યારે ભાસ થાય ને આંસુ સરી પડે
લાગે કે દિકરીને સાસરે વળાવવી છે
 
ક્યારેક ધીંગાણે ઢોલ થઈ વગાડીયે
ક્યારેક પાળીયા થઈને બીરદાવી યે
 
ક્યારેક વર્ષાની હેલીથી નવરાવીયે
ક્યારેક ઉનાળો કાળ ઝાળ બનાવીયે
 
ક્યારેક લગનમાં હિલોળે ચડાવીયે
ક્યારેક મેળામાં જઈને મહાલીયે
 
ક્યારેક ટહુકો કોયલનો કરાવીયે
ક્યારેક મોરલાની કળા કરાવીયે
 
ક્યારેક ઢીંગલી કોઈક વાર ઢીંગલો
આંખના આંસુથી એને ભીંજવીયે
 
ક્યારેક વા'લ કરીયે ક્યારેક વખોડીયે
કોઈ વાર ખડખડાટ જોને હસાવીયે
 
આખર કવિ નો પ્રાણ છે આ કવિતા
કવિતા છે દિકરી તેથી પ્રાણ પાથરીયે...


Rate this content
Log in