Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kuldeep Karia

Others

4  

Kuldeep Karia

Others

ગઝલ

ગઝલ

1 min
14K


તરસ લગાડી હરણાં જેવું તરફડવાનું આપ્યું છે
મૃગજળને કૅનાલ વડે તેં ઘરે-ઘરે પહોંચાડ્યું છે

દિવસ મળ્યા છે વિચાર જેવા, ખૂંટે નહિ કેમે પણ
સમય ચાલતો એમ કે જાણે એના પગમાં વાગ્યું છે

પ્રાચીન સિક્કા જેવા બે-ત્રણ સ્મરણ સંઘરી રાખ્યાં’તાં
ભીડ વચાળે હમણા કો’કે મારું ખીસું કાપ્યું છે

મારા સપનાં લાદી કે સૌ પગ મૂકે છે એના પર
કો’નાં પગલાં થીજી ગયાં ને કો’નું પગલું દાઝ્યું છે


Rate this content
Log in

More gujarati poem from Kuldeep Karia