વાત તારી અને મારી
વાત તારી અને મારી
1 min
7.0K
વાત તારી અને મારી કરી છે,
બે દિલોના મિલનની એ ધરી છે.
મોસમ નથી છતાં તું ભીંજવી ગઈ,
ભીંજવાની અદા તારી ગમી છે.
વાટ જોતો ઊભો સૂર્ય ક્ષિતિજ તરફે,
સૂર્યની નજર ચાંદા પર ઠરી છે.
ચમકતા તારલે પણ ઘોર અંધારું,
મુખ હસતું ને આંખોમાં નમી છે.
વાત સામાન્ય છે પણ તું ન સમજી,
કુદરતની કરામત મેં કળી છે.