Priti Kotecha

Others


Priti Kotecha

Others


બિલ્લીબેન

બિલ્લીબેન

1 min 6.6K 1 min 6.6K

બિલ્લી માસી ભણવા ચાલ્યાં લઈને પાટી પેન;
હાથમાં લીધું દફતરને જોઈ રહ્યા છે બેન.

સામા મળ્યા કૂતરાભાઈ, ગભરાઈ બિલ્લીબેન,
કૂતરાભાઈ પૂછે છે ક્યાં ચાલ્યા બિલ્લીબેન?

નિશાળે તો હું એકડો ભણીશ લઈને પાટી પેન,
ભણી ગણીને હોશિયાર થઈને બની એક દિ' બેન.

કૂતરાભાઈ નિશાળે ચાલ્યા લઈને પાટી પેન,
નિશાળમાં તો તેને ભણાવે સૌથી મોટા બેન.

પછી તો બધા ભણવા લાગ્યા સાથે;
બધા તો સંકલ્પ કર્યો સાક્ષર બનવાનો હાથે!


Rate this content
Originality
Flow
Language
Cover Design