Sapna Shah

Others

3  

Sapna Shah

Others

ટેલિફોનની ટ્રીંગ ટ્રીંગ

ટેલિફોનની ટ્રીંગ ટ્રીંગ

8 mins
7.4K


ટેલિફોનની  ટ્રીંગ ટ્રીંગ

ટ્રીંગ ટ્રીંગ...ટ્રીંગ ટ્રીંગ... ટ્રીંગ ટ્રીંગ... ટ્રીંગ ટ્રીંગ... ટ્રીંગ ટ્રીંગ... સતત વાગતી ટેલીફોનની ઘંટડીઓથી અનુષ્કાપરેશાન હતી. હવે એ હલબલી ગયેલી. એ આ બંગલામાં,હા, અમદાવાદના નવા વિસ્તરેલા બોપલ-ઘુમા વિસ્તારમાં માત્ર બે એક વર્ષ જૂની થયેલી સોસાયટીમાં અનુષ્કાએ અને નિનાદે એક બંગલો ખરીદેલો. ટ્વીન બંગલો. એની ભીંતને અડીને બીજો એક એમના જેવો જ બંગલો હતો પણ એખાલી હતો... એ વેચાયો જ નહોતો એવું એણે પડોશીઓ પાસેથી જાણી લીધેલું અને તોય એમાંથીરોજ એને સતત ટેલીફોનની ઘંટડીઓનો અવાજ સાંભળવા મળતો  હતો. બંને બંગલાના ડ્રોઈંગરૂમ લગોલગ હતાં અને સાવ શાંત એરિયામાં રાત્રે આઠ વાગ્યે બાર વાગ્યા જેવો સુમસામ થઈ જતો સોસાયટીનોમાહોલ અને એકઝેટ આઠ વાગ્યે શરૂ થતું ટ્રીંગ ટ્રીંગ.. ટ્રીંગ ટ્રીંગ..એક પણ રજા પડ્યાવગર રોજ રાત્રે આઠના સુમારે આ ટ્રીંગ ટ્રીંગ હાજરી પુરાવવા હાજર થઈ જ જતું. અનુષ્કાએ એને સાંભળવું જ પડતું. કેટલી ના પડી હતી એણે નિનાદને, પણ નિનાદ જેનું નામ કોઈનું સાંભળે એ બીજા. નવી સ્કીમ  હતી. પાલડી વિસ્તારમાં નવો ફ્લેટ લેવો એના કરતાં એજ ભાવે મળતો આ બંગલો કેમ ના લેવો? અને મમ્મીપપ્પાની પણ કેટકેટલી ના છતાંય નિનાદે આ બંગલો ખરીદી જ લીધેલો.મમ્મી પપ્પાએબ્રહ્માસ્ત્ર વાપરીને એવું સુધ્ધા કીધેલું કે અમે ત્યાં શહેરથી આટલે દૂર તારા ઘરે રહેવા નહી આવીએતોય નિનાદ એકનો બે નહોતો જ થયો. આખરે અનુષ્કાએ અહિયાં રહેવા આવવું જ પડેલું.જોકે એ બંને માટે સારું એ હતું કે અનુષ્કાની સ્કુલ અહીંથી નજીક હતી અને નિનાદને ગાંધીનગર જવા માટે એસ.જી. હાઇવે પણ ઢૂકડો પડતો. આમ સમયની બચત બન્નેને થતી હતી. બેયનાલગ્નની બીજી વર્ષગાંઠે આ બંગલામાં બંનેએ ગૃહપ્રવેશ કરેલો. 

      હજી બાળ બચ્ચાની પળોજણબન્નેને નહોતી જોઈતી એટલે હમણાં આ બંગલાનો શોખ પોસાય એમ પણ હતો.અનુષ્કાની સ્કુલમાં શિક્ષિકાની જોબ અને નિનાદની ગાંધીનગરમાં આઇટીની જોબ એટલે જોબ પર જવા માટેબંને સવારે તો ખૂબ બીઝી રહેતાં... સવારનો સમય તો પાણીની જેમ ક્યાંય 

વહી જતો એનીકોઈનેય ખબર નહોતી પડતી પણ અનુષ્કા બપોરે આવી જતી હતી પણ નિનાદને આવતાં નવ સાડા નવથઈ જ જતાં. સ્કુલેથી આવ્યા પછી અનુષ્કા જમીને સુઈ જતી તો એને રોજ સાંજે એની હોમહેલ્પર લતા એના ડોરબેલથી ઉઠાડતી. સાંજે છ વાગે આવી જતી લતા ઘરનું આખા દિવસનું કામપતાવીને જ જતી. અને એજ વખતે અનુષ્કા સાંજની રસોઈ પણ બનાવી જ  લેતી. બંને કામકરતાં કરતાં એમની આસપાસની અલકમલકની ટીવી સિરિયલોની... શાકભાજીના ભાવની... વાતોયકરી જ લેતા. પણ તોય કામમાં ઝપાટો બોલાવી દેતી લતા સાડા સાત થતા થતા તો બીજાનાઘરે કામ કરવા પહોંચી જ જતી અને આઠ વાગતા જ અનુષ્કાની એકલતા ભાંગવા ટ્રીંગટ્રીંગ... ટ્રીંગ ટ્રીંગ... ટ્રીંગ ટ્રીંગ... શરૂ થઈ જતું જે એણે સતત અવિરત પણે સાંભળવું જ પડતું. બંગલાના કમ્પાઉન્ડમાં જ એમણે હીંચકો રાખેલો જેનો ઉપયોગ આ સમયે અનુષ્કા જ કરતી. 

ટીવીની સીરીયલોમાં ભલીવાર ક્યાં હોય છે એટલે  નિનાદ આવે ત્યાં સુધી આમેય એ બીજું કરેય શું? સ્કુલનું કઈ કામ એ ઘરે લઈને આવી હોય તો એય એ અહિયાં હીંચકા પરજ પતાવી દેતી.  હીંચકા પર બેસવાનું એક કારણ એ પણ હતું કે એને આ આટલા મોટા નવા ઘરમાં એકલા જરાય ગમતું નહોતું.પહેલા બે ચાર દિવસ તો જયારે પણ ફોનની ઘંટડીઓનો અવાજ સાંભળતી ‘આંખ આડા કાન જ કરતી હતી’ હશે, વાગતી હશે કશે. એને એમાં કઈ અજુગતું બી નઈ લાગેલું પણ પછી તો એકજ સમયે એકદમ નજીક આવતાં અવાજે સાચ્ચેજ એને ચોંકાવી દીધેલી. કે કોઈ ફોન ઉપાડતું જ નથી તોયએ કેમ વાગતો હશે?

   બાજુવાળા મીનાબેનને પૂછ્યું તો કે, ના ત્યાંતો લગભગ બે વરસ થયા. સોસાયટી થયે પણકોઈ રેહવા આવ્યુજ નથી તો ફોન ઘરમાં કેવી રીતે આવે? આજે તો અનુશ્કાયે નક્કી જ કરીજ નાખ્યું નિનાદ આવે એટલે સોસાયટીના બિલ્ડરને ફોન કરાવવો અને બધી તપાસ કરાવી લેવી, જરૂર પડે એ બંગલો પણખોલીને જોઈ લેવો અને ફોન હોય તો એનું કનેક્શન પણ કઢાવીજ લેવું એટલે ટ્રીંગ ટ્રીંગ બંધથાય, સાલું બંધ ઘરમાં રોજ ફોન આવે! પાછો  એકજ સમયે આવે... કોઈજ ના ઉપાડે છતાય, અનુશ્કા માટે,હવે અસહ્ય હતું. એને હવે આ ટ્રીંગ 
ટ્રીંગ નો નિવેડોલાવવો જ હતો. હજુ ગઈકાલે એણે લતાનેય પૂછેલું તો એણે કહેલું “બેન, આ બંગલા બન્યા એ પહેલા અહીયો એકજ શેઠનો મોટ્ટો એકજ બંગલો હતો. ઈમની પોહેં બહો તો ગાડીયું હતી. બંગલાન મેન ગેટથી ઈમના ઘરમો કોમ કરવા આવવું હોય તો પંદર મિનીટ તો ચાલવું પડતું. મુતાર કોમ નતી કરતી પણ હું જાર માર મમ્મી અન બા જોડે ઈમની વોહેં આવતી તાર અહી વચમો મોટ્ટોબગીચો હતો ઈમો રમતી’તી. ગાડીઓ જોતી’તી.મારા દાદા અહિયાં માળીનું કોમકરતાં’તા.મારા પપ્પા ઈમની ગાડીઓ સાફ કરતાં’તા.. પણ.. પશી શેઠનો સોકરો પરદેસ જતો રયોઅને ઇણે આખોય બંગલો આ બિલ્ડરને વેચી મારેલો. અમાર તો શું બોન? અમે બધાય આ નોનાનોના બંગલાઓમાં કોમ કરી લઈએ છીએ.”

ટ્રીંગ ટ્રીંગ...ટ્રીંગ ટ્રીંગ... તો ક્યારનુએ બંધ થઈ ગયેલું પણ એનાજ વિચારોમાં ખોવએલી  હતી.અચાનક નિનાદેઆવીને એને કમ્પાઉન્ડમાંજ એના હોઠ પર એક હળવી પપ્પી લીધી ત્યારે એ તંદ્રામાંથી જાગી.

‘નિનાદ, આજે પણબહુજ વાર સુધી ઘંટડીઓ વાગેલી. જો હું તને રોજ કહું છું અને તું છે કે, ‘આંખ આડા કાન કરેછે’ પણ હવે હદ થાય છે તું કઈક કર  હં.’

 ‘ઓ મારી ઝાંસીનીરાણી, તને કઈ ડર લાગે? તું તો ડરાવે? મને ખબર છે સ્કુલમાં તારાથી છોકરાઓ કેટલાગભરાય છે. જો હુંય બિચારો..’
‘આ મઝાક કરવાનોટાઇમ નથી. કશુક તો સીરીયસલી લે નિનાદ? વાત અહિયાં ડરની નથી. આઠ વાગ્યા સિવાયક્યારેય ફોનની રીંગ વાગતીય નથી પણ કેમ આઠ વાગેજ અને રોજેરોજ વાગે છે.  એ જાણવું જરૂરીછે. તું જલ્દી ઘરે આવતો નથી... લતાય જતી રહે છે અને હું એકલી જ હોઉં છું 

એટલે તો તું આવેત્યાં સુધી હું ઘરમાંય નથી રહેતી. આ તારી ઝાંસીની રાણી હવે ખરેખર ડરવા લાગી છે...’ થોડા ગુસ્સાથી બોલતી અનુષ્કાએ હવે રડવાનું જ બાકી રાખેલું, એના ગળે ડુમોતો ભરાઈ જ ગયેલો.

‘ડાર્લિંગ, હુંકેવી રીતે વહેલો આવું? અમદાવાદનો ટ્રાફિક તો જો. હું કઈ શીલજથી આવું છું? મારે 

ગાંધીનગરથી આવવું પડે છે ડીયર’ 

‘ચાલ બધી વાત પછીપહેલા તારા આ દાસને પેટ પૂજા તો કરાવ મારી રાણી’

‘નૌટંકી નઈતો’કહીને અનુષ્કા જમવાનું પીરસવા લાગી.

જમતા જમતાજ નિનાદ, ઉદયભાઈને જ વાત કરી જોને. મીનાબેનના કહેવા પ્રમાણે બંગલો વેચાણો જ નથી તોજો ફોન હોય તોય આપણે કનેક્શન તો કપાવી દઈએ. એટલે, ‘ના રહેગા બાંસ ઓર ના બજેગી બાંસુરી’.

‘મેં ઉદયભાઈનેફોન કરેલો,’ આટલા વર્ષોમાં પહેલીવાર નિનાદને અનુષ્કાએ ગંભીર થતા જોયો.

‘પણ, એમણે મને જેકીધું એ તને કહેવાની મારામાં હિમ્મત નથી’

‘હેં, એવી તોકેવી વાત એમણે તને કીધી??’ ને તું મને કહેતોય નથી?’

ચીસ પાડીને બોલીઅનુષ્કા કદાચ નિનાદ સામે પહેલી જ વાર.

 ‘આપણે બંનેઅત્યારે જ્યાં બેઠા છીએ એ આખેઆખો બંગલો અને બાજુનો આખોય બંગલો ભેગો થાય એવડોમોતીલાલ શેઠના બંગલાનો માત્ર ડ્રોઈંગરૂમજ હતો. અને આ જ્યાંથી  ટ્રીંગ ટ્રીંગ અવાજ  અવાજ આવે છે ત્યાં એમનો એ જમાનાનો ચકરડાં વાળોકાળો ટેલીફોન વર્ષોથી  હતોજ. બધા જૂનાસામાનની સાથે એ લોકોએ એ ટેલીફોન પણ.. ભંગારમાં વેચી કાઢેલો’. 

‘હેં?? એટલે તુંએમ કહે છે કે, ત્યાં કોઈ ટેલીફોન જ નથી... નથી કોઈ કનેક્શન, અને તોય રોજ આઠ વાગે એટલે  ટ્રીંગ ટ્રીંગ... ટ્રીંગ ટ્રીંગ... થાય.’

‘ હા જયારે એમનામજૂરો પણ ક્યારેક જો આઠ વાગ્યા સુધી અહિયાં કામ કરતાં તો એમણે પણ આ ટ્રીંગટ્રીંગ... સાંભળેલું છે. એટલે તો એ આ બે બંગલાઓ એમણે હમણાં સુધી નહોતા વેચ્યા પણ એમનેપૈસાની જરૂર પડી કદાચ એટલે જ આપણને આ બંગલો સસ્તામાં પડ્યો  અને એમને એમ કેહવે ઘંટડીઓ નઈ વાગતી હોય. જો વાગતી હોત તો કોકતો એમને ક્હેતને!’

‘અહિયાં તો કોઈમરી જાયને તોય કોઈનાય પેટનું પાણી હલે નઈ એમ લોકો રહે છે. બધા ચોવીસે કલાક એસીમાં બંધ ઘરમાં રહે છે, ગાડીમાં જ... ગાડી સાથે જ... રહેતાં માણસો છે. અરે નાનાબાળકો યરમતાં જોવા નથી મળતા તો કોને રીંગો સંભળાવવાની અને કોણ  કમ્પ્લેન કરવાનું??’ અનુષ્કા ચિડાઈને બોલી.

‘હવે જો સાંભળઆખી વાત નિનાદ બોલ્યો, 

અહિયાં જેમોતીલાલ શેઠ રહેતાં હતાં. એમનો એકનોએક દીકરો નિશાંત અમેરિકા ગયેલો અને વર્ષોથી ત્યાંજસ્થાઈ થઈ ગયેલો. ત્યાં એને સીમા નામની પત્ની અને આયુષ નામનો દીકરો પણ છે. પણ... નિશાંતઅને મોતીલાલ હાલ હયાત નથી. એ બન્નેનું એક જ દિવસે મૃત્યુ થયેલું.

અમેરિકામાં નિશાંત નાડી પાર્ટમેન્ટલ સ્ટોરમાં ઘૂસીને એક કાળિયાએ એને ગોળી મારીને મારી નાખેલો સીમાનીસામેજ. સીમાને ગોળી તો વાગેલી પણ એ બચી ગયેલી પણ નિશાંતના નસીબે એને યારી નહોતીઆપી. ગોળી વાગ્યા છતાં સીમાએ હિમ્મત કરીને એમ્બ્યુલન્સ આવે તે પહેલાજ અહિયાં નિશાંતના પપ્પાને આ ખબર આપ્યા અને અહિયાં એમનું પણ હાર્ટએટેકથી એજ વખતે મૃત્યુ થઈ ગયું.બાપ-બેટા બન્નેની નનામી એકી દિવસે નીકળેલી. એકની અમદાવાદમાં અને એકની અમેરિકામાં. એમાંસીમાનું મનતો  જીવન જીવવામાંથીજ ઉઠી ગયેલું પણ આયુષ માટે એ ફરી બેઠી થઈ અનેએણે આ બધું અહીનું પોતાનાથી નહી સચવાય એમ માનીને બધું જ વેચી દીધેલું. અને એમની બસ્સોએ બસ્સો ગાડીઓને  એક કાર મ્યુઝીયમમાં મોકલી આપી. 

હવે એનો દીકરો આયુષ ત્યારે ત્રણ વર્ષનો હતો જે અત્યારે લગભગ છ વર્ષનો જ છે એને સીમાએ એમ કહેલું ત્યારેકે, પપ્પા અમદાવાદ ગયા છે. અને એટલે એના પપ્પા રોજ જયારે દાદાની સાથે વાત કરવા  ફોન કરતાં એ ત્યારેજ અહિયાં પોતાના પપ્પાનેમળવા માટે... એમની સાથે વાત કરવા માટે રોજ ફોન કરે છે. એજ સમયે જયારે નિશાંત ફોન કરતો મોતીલાલને મળવા આજ નંબર ઉપર.’ 

સીમાને આ વાતનીખબર છે? અનુષ્કાએ પૂછ્યું. ‘

‘હા, ઉદયભાઈએમારા કહેવાથી એમને ફોન કરેલો ત્યારે જ એમનેય ખબર પડી.’

પણ સીમાને એમ કે,ટેલીફોન એક્ષ્ચેન્જમાં... રીંગ જતી હશે. અને સાચું બોલીને દીકરાને એ 

દુઃખી કરવાય નહોતી માંગતી. આયુષ પણ રોજ હવે કાલે વાત કરીશ એમ કરીને થોડી વાર રહીને ફોન મૂકી દેતોહતો આ એનો રોજનો ક્રમ સમજીને સીમાએ પણ કઈ ઝાઝું નહોતું વિચાર્યું.’

‘એટલે મેડમ ડબલુંહોય તો કાઢોને?’ ચાલ હવે બહુ મોડું થયું આપણે સુઈ જઈએ.’

એજ વખતે ‘નયનનેબંધ રાખીને...’ નિનાદનો ફોન રણકે છે..

‘ હા, બોલો ઉદયભાઈ, શું? કાલ સવારે...? એ બંને અહિયાં આવે છે? સારું...’’

 ‘અનુષ્કા...બેડરૂમમાં જતી અનુષ્કાને નિનાદે રોકી, કાલે સીમાબેન અને આયુષ અહિયાં આપણા

ઘરે આવશે એમણે આપણી બાજુનો બંગલો ખરીદીને અહિયાં પાછા આવી જવાનો નિર્ણય કરી લીધો છે.’

ઊંઘ તો બેમાંથી એકેયની આંખમાં નહોતી પણ પરોઢિયે બન્નેની આંખ મળી અને ડોરબેલ વાગ્યો,

અનુષ્કાએ બારણું ખોલ્યું તો સામે એક માસુમ છોકરો અને એક સોહામણી સ્ત્રી ઉભાં હતાં...

‘સીમાબેન,’અનુષ્કા બોલી.

‘હા હું સીમા અનેઆ મારો દીકરો આયુષ’ નિનાદભાઈએ અમને સીધા અહિયાંજ આવી જવા કહેલું 

એટલે અમેએરપોર્ટથી સીધાજ અહી આવી ગયા. 

‘અરે આવો આવો સીમાબેન.. આવ બેટા આયુષ... આ ઘરને પોતાનું જ ઘર સમજીને આવી જાવ.’

નિનાદ બેડરૂમમાંથી આવતાં આવતાં જ બોલી ગયો.

હવે, જ્યારથી આયુષ અને સીમા અનુષ્કાની બાજુમાં રહેવા આવી ગયા છે એમને કોઈજ 

ટ્રીંગ ટ્રીંગ...ટ્રીંગ ટ્રીંગ... ટ્રીંગ ટ્રીંગ... સંભળાતું નથી. 

                                                                                    

                                                                                    

                                                                                    

                                                                                    

 

 

 

 

 

                                                                                     

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Rate this content
Log in