Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

Sapna Shah

Others

3  

Sapna Shah

Others

સ્પિરિચુઅલ ફ્રેન્ડશીપ

સ્પિરિચુઅલ ફ્રેન્ડશીપ

3 mins
7.3K


એમને બંનેને અલગ અલગ ક્લાસમાં નવા વર્ષથી તમે ગોઠવીજ દેજો. પ્લીઝ એટલી મહેરબાની કરજો મેમ. એ બંનેની એટલી બધી કમ્પ્લેઇન આવે છે....કે....ના પૂછો વાત. વળી એ નાસમજો ક્યાંક પોતાને કે સ્કુલના બીજા છોકરાઓને ભેગા મળીને નુકસાન ના કરે એવો ડર અમને રોજ લાગે છે. જે દિવસે એ લોકોની કોઈ કમ્પ્લેઇન ના આવેને તો અમારે સુરજની દિશા જોવી પડે એવું છે. હવે આ જોડીને તોડવી જ સારી મેમ.

સ્કુલના પ્રિન્સીપાલ ગોપા પંડ્યાની સામે બેસીને રુબલ અને વરુણની મમ્મી સોનલ અને નીલમ કહી રહ્યા હતાં. વિનંતી કરી રહ્યા હતાં. એનું કારણ એ હતું કે આ બંને બાળકો કેજીથી સાથે છે હવે આઠમાં ધોરણમાં આવશે એટલે કે બંને લગભગ દસ વર્ષથી ફ્રેન્ડસ છે. ભણવામાં અને તોફાનમાં બંને પ્રવૃત્તિમાં બંને અવ્વલ. વર્ષ બદલાય અને નવા ટીચર આવે જે બિચારા આમનાથી અજાણ્યા હોય એટલે નાની નાની વાતમાં પેરેન્ટ્સને સ્કુલમાં બોલાવ્યા કરે પછી ધીરે ધીરે બીજા ટીચરો પાસેથી એમના બીજા ઘણા પરાક્રમો સાંભળે પછી એ ટેવાય ને ત્યાંતો વરસ પુરુ થઈ જાય. અને વરુણ અને રુબલ પણ કે હવે જે કરતુત કરવા હોય એ કરો ટીચર મમ્મીને હવે તો નહીજ બોલાવે. જો કે પ્રિન્સીપાલ મેમ પણ ક્યાં અજાણ્યા હતાં ? જયારે પણ વાત વધી જતી એમના સુધી પહોચતીજ અને ગોપાબેન સુખબર કઈ માટીના કે ક્યારેય વાલીનો વાંક કાઢે ? અરે ! ઘણી વાર એ ટીચરને કહી દે બાળકો છે એ તો આવું બધું કરે ને તોજ મોટા થાય. કાયમ એ ક્લાસ ટીચર અને પેરેન્ટ્સનો જાણે સુલહ કરાવતા . હમ્મેશનો એમનો આવો પોઝીટીવ અભિગમ સોનલ અને નીલમને ભીંજવી જતો.સ્પર્શી જતો. આ બધું જોઇને રુબલ અને વરુણ શાંત થતા પણ કેટલા દિવસ ? આ વરુણ અને રુબલ કોઈનું મને કે ના મને પણ એકબીજાનું બહુજ મનાતા. ચંચલ મનના બંને પાછા હતાં એના એ.

આ વખતે એમણે હદ કરી દીધી રીસેસમાં બધા બાળકો બહાર નીકળી ગયા પછી પંખો બંધ કરવા માટે બેંચ ઉપર ચઢ્યા અને ઘરેથી લાવેલું બેટ ઊંચું કર્યું અને ક્લાસટીચર જોઈ ગયા. આ બંને મમ્મીઓ પણ હવે જે કંટાળી હતી એ ગભરાઈ પણ ગઈ અને એટલે જ આજે બેસી ગઇતી જાણે ધરણા પર કે અમારા દીકરાઓનો ક્લાસ અલગ કરો પછી જ અમે અહીંથી જાસુ. ના એવું ના કરાય તમે સમજો આવી મિત્રતાને ના તોડાય. હજુ એ નાસમજ બાળકો છે મોટા થઈને આવું બધું ઓછું કરવાના છે ? એમને સમજાવવાના જેથી એ એમનેજ નુકશાન પહોચાડે એવા કામ ના કરે કારણકે એમને એમના તોફાનો બાદના પરિણામોની ખબર નથી હોતી એટલે કરે છે એટલે કે તેઓ નીડર પણ છે તો સજા કરીને એમને આપણે ડરપોક તો ના જ બનાવાયને ?.....

એના માટે કઈ એમને અલગ તો હું નહીજ કરું. આવી મિત્રતા કુદરતી હોય છે. કુદરત સામે પડનારા આપણે કો ણ? હું આ સ્કુલમાં તો એમના ક્લાસ અલગ નહી જ કરું અને રહી ટીચરોની વાત તો...એક સાથે એ પચાસને સંભાળતા હોય એમાં એ જેનાથી વધારે હેરાન થાય એના પર અકળાય. એના માટે ભાઈથી પણ વિશેષ પ્રેમ ધરાવતા મિત્રોને છુટા ના પડાય.

આવા અમારા બાળકોના ગોપાબેનને અમે નતમસ્તક થઈ ગયા. સાથે અમારા બાળકોની મિત્રતાને પણ. સાચું કહું મિત્રો તો બધાને હોય. અને ઘણા હોય પણ આવી કદર ? ક્યારેય મેં કરી હોય એવું યાદ નથી.

શું તમને છે ?

(મારાજ પુત્રની સત્ય ઘટના ઉપર આધારિત આ વાર્તાના માત્ર નામ બદલેલ છે.)


Rate this content
Log in