Naren Sonar

Others

3  

Naren Sonar

Others

સ્ટે ટ્યુન જિંદગી

સ્ટે ટ્યુન જિંદગી

2 mins
7.2K


કલ્પિત એક મજાનો આર.જે. (રેડિયો જોકી). કલ્પિત વિનાનીની સવાર જ જાણે કલ્પી ન શકાય એવી. મુન્નાભાઈ વાળી ગુડમોર્નિંગ મુંબઈ બોલતી વિધાબાલન જેવું જ કંઈક પણ સાવ અલગ અંદાજમાં મોર્નિંગ કહેવું, રોજના પ્રવાહમાં સહજ વહેવું અને વહેવડાવવું! વાહ! શું લહેકો હોય છે એનો! જે કોઈ સાભળે એને બસ એનો દીવાનો થઈ જાય. બંદો ગાયનોની તો શું ચોઈસ કરતો હોય છે! બસ આખો દિવસ ખુશનુમા પસાર થઈ જાય જ સમજો એની આપણી ગેરંટી!

સ્ટે ટ્યુન જિંદગીનો મોર્નીગ કાર્યક્રમ જયારે એ રજુ કરે ત્યારે તમને જિંદગી ખરેખર આટલી સુંદર છે એવું એના થકી અનુભવાય.. લે બોલો! જુડે રહો સાથ હમારે ક્યુંકી હમ હૈં તુમ્હારે પ્યારે!

નાઇંટીનાઇન એફ.એમ. કિસીસે નહીં કમ...! ભુલાદે આપકે સારે ગમ...બોલે તો... ન મિર્ચી જ્યાદા,  ન નમક કમ... બસ જિંદગી જીતે હૈં હમ અપને બલબુતે પર! ઈતના તો રખતે હે દમ! અરે યાર શું દમ છે બંદાની જબાનમાં!

રોજની જેમ આજે પણ હું ટયુન કરીને બેઠો હતો અને રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે સાત વાગે અને હું કલ્પિતની કલ્પનામાં ખોવાઈ જાઉં. સમજો આ જ મારો સવારનો બ્રેકફાસ્ટ હતો. ચા ન મળે તો ચાલે પણ સ્ટે ટ્યુન જિંદગીની મોર્નિંગ ન સાંભળું એ ન ચાલે!

પણ આ શું આજે બપોરનો કાર્યકમ રજુ કરતી આર.જે. શ્રેયા કેમ આવી? કદાચ કલ્પિત રજા પર હશે! પણ એવું કેવી રીતે બને? એ રજા પર જવાનો હોય તો નક્કી જાહેરાત તો કરે જ. મનને અકલ્પિત વિચારો ઘેરી રહ્યા હતા. કંઈક અજગતું તો નહી થયું હોયને કલ્પિત સાથે.. કે પછી એફ.એમ. વાળાએ એને કોઈ કારણથી કાઢી મુક્યો હોય! ત્યાં જ શ્રેયાએ એકદમ ઢીલા અવાજમાં સ્ટે ટ્યુન જિંદગીની મોર્નિંગ કહી અને બોલી યારોં “આપકા દોસ્ત કલ્પિત અસ્પતાલમેં જિંદગીકી લડાઈ બત્તમિઝ મૌતકે સાથ લડ રહા હૈ! વહ આજ સુબહ સ્ટુડીઓ આ રહા થા કી એક કારને ઉસે પીછે સે ટક્કર મારી ઔર ઉસે જખ્મી હાલતમેં અસ્પતાલ ભરતી કિયા ગયા હૈ!

આપ દુઆ કીજીએ કી વહ ઠીક હો જાયે! સુનતે રહીએ સ્ટે ટ્યુન જિંદગી..કભી અલવિદા ન કહેનાનું ગીત શ્રેયાએ મુક્યું!

મારું મન પ્રભુને પ્રાર્થના કરી રહ્યું હતું “હે પ્રભુ સ્ટે ટ્યુન જિંદગી કલ્પિત કે લિયે!


Rate this content
Log in