STORYMIRROR

Naren Sonar

Others

2  

Naren Sonar

Others

હિમ્મત!

હિમ્મત!

1 min
14.4K


અચાનક એક વિચાર
હાંફતો હાંફતો આવે છે
તારા આવવાનો અણસાર જણાવે છે!
 
વિચાર હાંફતા હાંફતા કહે છે કે...
જો હો, આ વખતે કશી જ કચાશ ન રાખીશ.
ચાહું છું તને એ હિમ્મત કરી પ્રેમ અભિવ્યક્ત કરી જ દેજે
એને ગમતી તારી સાદગીથી એને નખશીશ આંજી દેજે
એના સમસ્તમાં આરૂઢ થઈ જજે
તારા ભયને બિંદાસ ઘોળીને પી જજે
ગેંગેફેફે ન થઈશ!
 
જોઈએ તો ઠસોઠસ હિંમત ભરીને જજે
મારું તો કહેવું છે કે બધું જ એક સાથે ઠાલવી દેજે
જરાય કરકસર નહી તારી પ્રેમાગ્નિમાં એને ઓગાળી દેજે
કે ચાહું છું તને એમ સીધેસીધું કહી દેજે
અને નહિ કહે તો ભોગ તારા!
નહી તો પછી સદાકાળ તરસતી રહેજે
આવો લ્હાવો ફરી મળે નહી!
 
ગરમ લોખંડ પર જ હથોડો મરાય
ઠંડા લોખંડ પર હથોડો મારીશ પણ ધાર્યા મુજબનું એ વળે નહી!
 
એક વાર કહી દેવામાં જ હિત છે
પ્રેમ અભિવ્યકત કરવાની આ જ સૌથી સરળ રીત છે
ચાલ હવે બહુ વેવલી ન થઈશ
નહી તો ગાડી છુટી જશે ને તું ગાંડી આવજો કરતી રહી જઈશ
 
ઉઠ ઝટપટ એ નક્કી આવશે જ હમણાં
શુભકામના એ જ કે સાર્થક થાય તારા શમણાં!
 
 


Rate this content
Log in