Naren Sonar

Others

3  

Naren Sonar

Others

પપ્પાનું ધ્યાન રાખજે !

પપ્પાનું ધ્યાન રાખજે !

4 mins
14.3K


પપ્પાનું ધ્યાન રાખજે! નરેનના કાને અથડાયેલા “આઈ” (મમ્મી)ના  આ છેલ્લા શબ્દો હતા! એ પછી નરેન ક્યારેય મમ્મીનો એ અવાજ સાંભળવા નહોતો મળ્યો! બધાથી કંઇક જરા જુદું હતું! સામાન્ય રીતે બાપની છેલ્લી ઘડી હોય ત્યારે “મા”ની સંભાળ હેતુ એના બાળકોને કહેતો હોય છે કે તમારી માતાનું ધ્યાન રાખજો! પણ નરેન માટે એનાથી ઉલટું હતું. આમ તો નરેનને બીજા બે ભાઈ અને એક બહેન હતા છતાં “આઈ”એ નરેનને જ કેમ કહ્યું હશે તે ત્યારે કશું જ નરેનને સમજાયું નહોતું. નરેનને આછી પાતળી મૂછો આવી ગઈ હતી પણ એટલી બધી પુખ્તતા નરેનનેમાં હજી નહોતી આવી કે એ  સંસારની બધી જ રીત રસમો અને આંટીઘુટી સમજી શકે! સરર કરતો એ સમય પણ પસાર થઈ ગયો હતો. માતાના મૃત્યુ પછી નરેનના ભાઈનું લગ્ન લેવાયું ત્યાર પછી થોડી ગેરસમજ સ્વરૂપે નરેનના ભાભીનું પિયર જતા રહેવું!મનાવી પાછા લાવવું! પછી નરેનનાં બહેનનું લગ્ન,બીજા ભાઈ નું લગ્ન!

        નરેનને માટે હવે ખરું સંસારિક પિક્ચર શરુ થયું હતું. બહેન પરણીને જતી રહી.થોડા સમય પછી બંને ભાઈ ભાભી પણ અલગ થઈ ગયા!ઘરમાં રહ્યાં નરેન અને નરેનના પિતા!નરેન હમેશા બાપની પડખે રહ્યો હતો.એના પિતા સામાન્ય ડ્રાયવર હતા પણ નીતિ નિયમમાં એટલા જ પાક્કા.કશું પણ જેવું તેવું ન ચલાવે. નોકરી પ્રત્યે સંમ્પૂર્ણ વફાદાર! નરેનને તેના પિતા પાસેથી સમાયંતરે ઘણી સારી જીવન ઉપયોગી શીખ મળતી. એના પપ્પા હમેશા કહેતા કે:
“તમે જે કંઇ કાર્ય કરો તે પુરા ખંતથી કરો ! વેઠ જરા પણ નહી ઉતારવાની! અને જો વેઠ જ ઉતારવાની હોય તો એ કાર્ય કરવું નહી!

"તમારી ફરજ પ્રત્યે ક્યારેય બેદરકાર રેહવું નહી!

તમારા વાહન, તમારા કાર્યસ્થળ,તમારા પહેરવેશ પ્રત્યે સજાગ રહો!

હમેશા કઇંક નવું શીખવાની ધગશ રાખવી!
થોડું ખાવું પણ પચે એવું ખાવું અને સારું ખાવું!

માલિક પ્રત્યે હમેશા વફાદાર રેહવું!

જે વસ્તુ કે સ્થળ આપણને રોજગારી આપતું હોય એનો હમેશા આદર કરવો.

વડીલોને માન આપતા શીખવું અને તમે જયારે વડીલ બનો ત્યારે માન આપ મેળે જ મળે એવો વ્યવાહર કેળવવો!

નરેનન આવી જીવન ઉપયોગી શીખથી ઘડાઈ ચુકેલો હતો!

ભાઈ ભાભી પણ અલગ થઈ ગયા હોવાથી નરેન અને એના પિતાજી ઘરમાં એકલા પડી ગયા હતા. પિતાને જેવી આવડે એવી કાચી પાકી રસોઈ બનાવતા અને નરેનને ખવડાવતા અને પોતે પણ ખાતા.અસ્થમાની બીમારીથી પીડાતા નરેનના પિતાનું આરોગ્ય ધીમે ધીમે કથળી રહ્યું હતું પણ તેઓ નરેનને ક્યારે પણ ઓછુ ન આવવા દેતા! અને નરેન પણ પપ્પાની સેવામાં કોઈ કસર છોડતો નહી! નરેનના પપ્પાની તબિયત લથડે એટલે એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડતા. નરેન અલગ રહેતા ભાઈ ભાભીને ત્યાંથી ટીફીન લઇ આવતો. આમ કરતા  ત્રણ વર્ષ પુરા થયા નરેનની કોલેજ પણ પૂર્રી થઈ ગઈ. પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા નરેનને પપ્પાની બીમારી સંદર્ભે  વારંવાર રજા લેવી પડતી. આથી નરેનને સમજી ને જ નોકરી પરથી રાજીનામું આપી દીધું હતું! અને બાપાની સેવામાં લાગી ગયો હતો. ઘરમાં બાઈ માણસ ન હોવાથી કોઈ પોતાની દીકરી આપવા તૈયાર નહોતું.

છોકરી વાળા ઘર જોવા આવે ત્યરે નરેન જલ્દી જઈ  ભાભીને વિનંતી કરતો કે એકાદ કલાક આવી જાવ જેથી દીકરીના ઘરવાળાને એવું લાગે કે કોઈક તો એમની સાથે છે!

પણ આ બધો દેખાવો હતો જે નરેન કે નરેનના પિતાને ગમતો નહોતો.

નરેનને નક્કી કર્યું હતું કે બાપાના કડક સ્વભાવને લીધે કોઈ મને એમની છોકરી પરણાવવા તૈયાર નથી તો હવે મારે જ સામેથી કહી દેવું છે કે તમને જો મને સ્વીકારવો હશે તો મારા પિતાની હાજરી પણ સ્વીકારવી પડશે. જો તમને એ મંજુર હોય તો જ તમે તમારી દીકરી મારી સાથ પરણાવશો.હું કોઈ પણ મારા બાપથી અલગ નહી થાઉં અને એવું જ થયું નરેનના લગ્ન પછી નરેનની પત્ની દ્વારા એમને નિયમિત ભોજન મળવા લગ્યું અને ધીમે ધીમે તેમની બીમારી પણ ઓછી થવા લાગી એમ કરતા દસ વર્ષ નીકળી ગયા.

નરેનની માતાને  કદાચ આ બધું કળી  આવ્યું હશે તેથી જ તેમણે નરેનને ખય હતું કે “પપ્પાનું ધ્યાન રાખજે!”કારણ નીતિથી ચાલનારા અને જરા પણ જેમ તેમ નહી ચલાવનારા તારા પપ્પાનો નિભાવ ફક્ત તારી સાથે જ થશે!

નરેનને મન એના પિતાજીજી ઉમદા શીખ ખૂબ જ આદરણીય હતી એટલા જ એના પિતા એના માટે આદરણીય હતા! કોઈ પણ સામાજિક કાર્ય હોય, સેવાનું કાર્ય હોય નરેનના પિતાની હાજરી અચૂક હોય,કર્તવ્ય પાલનમાં માનતા એના પિતાજીએ એમના ભાણીયાઓને પણ એટલી જ મદદ કરી હતી. જયારે નરેનના પિતાની બારમાંની વિધિ હતી ત્યારે એ જ ભાનીયાઓ બોલી રહ્યા હતા મામા ખૂબ જ કડક સ્વભાવના હતા પણ દિલના ભોળા હતા અને નીતિનિયમઅ એકદમ ચુસ્ત હતા!

બધાનો સમય સાચવી લેતા, છાની માની મદદ પણ કરી લેતા! આ બધું નરેનને એમના મૃત્યુ પછી ખબર પડી હતી. કોઈ પણ મહત્વની જીવન ઉપયોગી સલાહ સૂચન તેઓ કહેવતો કહી આપતા અને સાથે સાથે એ કેહવત સાથે જોડાયેલી વાર્તા પણ કહેતા આથી ખૂબ ગમતું.

નરેનને એના પિતા તરફથી વારસામાં મળ્યા વિવેકમય આચરણ કરવાની કળા, કરુણામય સ્વભાવ,પરસ્પર પ્રેમભાવ, સહકાર, પારિવારિક કેળવણી, નમ્રતા અને વફાદારીના પાઠ.

જે માતા પાસેથી મળવાનું રહી ગયું એની પુરતી પપ્પા દ્વારા થઈ! નરેનને કોઈકે પૂછેલુ કે “પપ્પા તારા માટે વારસામાં શું મૂકી ગયા?

નરેનનો જવાબ હતો : “સંસ્કાર”


Rate this content
Log in