Bhavin Desai

Others

3  

Bhavin Desai

Others

સ્ત્રી એક સાચી અર્થશાસ્ત્રી

સ્ત્રી એક સાચી અર્થશાસ્ત્રી

8 mins
8.0K

સંઘર્ષ... નામ પડે ત્યાં જ મસમોટા દિગ્ગજોનાં પણ હાંજા ગગડી જાય એવો શબ્દ. એક જ્યોતિષી જો એમ કહી દે કે તમારા જીવનમાં કંઈક પામવા માટે દસ વર્ષનો સંઘર્ષ છે; બસ, એ જ સમયથી માનવીનો માનસિક તણાવ શરુ થઈ જાય છે. કેટલીક વિભૂતિઓ તો આપઘાત સુધી પહોંચી જતી હોય છે; તો કેટલાક જીવનથી હારી સફળ થવાનો વિચાર જ માંડી વાળે છે, કે છોડ યાર, કંઈ મઝા નથી જિંદગીમાં. ખેર...આ તો રહી સમાન્ય વાત, પણ વ્યક્તિગત કહું તો જીવનભરનો સંઘર્ષ જે સ્ત્રી કરતી હોય છે, એ કોઈ ભૂપની પણ તાકાત નથી કે સહનશક્તિ નથી એની પ્રત્યક્ષ થવાની કે એની તુલના કરવાની. આજે જે વાત કરવા અને લખવા માંગુ છું એ ખરેખર વિચારવા અને સમજવા જેવું છે. સૌ પ્રથમ તો એક અજ્ઞાત કવિએ લખેલી પંક્તિ રજુ કરીશ...

"સ્ત્રી એટલે દિમાગથી વિચારો, તો સમજ બહારનું વ્યક્તિત્વ, દિલથી વિચારો, તો સાવ સરળ અસ્તિત્વ."

             કહેનારા તો એમ પણ કહે છે કે, સ્ત્રીને ઘડનારો ખુદ ઈશ્વર પણ એને નથી ઓળખી શક્યો તો આપણે તો સામાન્ય માણસ છીએ. સ્ત્રી હંમેશા પોતાના અસ્તિત્વને લઈ સંઘર્ષ કરતી આવી છે. ક્યારેક પોતાનું સ્વમાન, ક્યારેક ઘરમાં યોગ્ય સ્થાન, ક્યારેક નોકરિયાત હોય તો પોતાની મર્યાદા માટે સંઘર્ષ કરતી આવી છે અને આજનાં આધુનિક યુગમાં પણ અવિરતપણે એ સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે. યુવા

સમાજ માટે સ્ત્રી એટલે આંખોને સંતોષ આપતી નર્તકી, હવસ સંતોષતી ગણિકા, સાથે ભણતી હોય તો વિદ્યાભ્યાસ દરમિયાન સમય પસાર કરવા માટેનું મનોરંજક વ્યક્તિત્વ; સાથે આથી પર જ્યાં પરણિત સ્ત્રીઓ છે ત્યાં નિતનવા પર્યાય જેવા કે, "બલા, પગની જૂતી, ત્રાસ, ડાકણ" વગેરે વગેરે. આવા રૂઢિચુસ્ત પર્યાયથી જરા બહાર જોવાની આપણે જરૂર છે, જ્યાં એવો સદગુણ અને આવડત જોવા મળશે કે દંગ રહી જશો અને એ છે "અર્થશાસ્ત્રી".

                  વાંચીને ખરેખર નવાઈ લાગી હશે નહિ? પણ આ જ સ્ત્રી પાસેથી શીખવા લાયક હકીકત છે. એક સ્ત્રી ગૃહિણી હોય, અભણ હોય કે પછી ગમે તેવી હોય. ઝગડાળુ, ખર્ચાળુ પણ સ્ત્રીને વાત્સલ્યમૂર્તિ કહેવાય છે, જેમાં ઈશ્વરે દયા અને મમતા ઠાંસી ઠાંસીને ભરી છે. બસ, એ દયા અને મમતા જોવી જ હોય તો એમનું સન્માન કરો, એક સામાજિક સ્થાન આપો. સુખ દુઃખમાં બધા જ સાથ છોડે, લડીને પણ સ્ત્રી જો પત્ની હોય, બહેન હોય, માતા હોય તો કદી પણ ગમેતેવા કપરા સંજોગો પણ જિંદગી કેમ ન હોય! એ સાથ છોડતી નથી. એક વાર વેંત નમો, બસ એ હાથ નમી જશે. સહનશીલતાનું બીજું નામ એટલે સ્ત્રી આ વાક્ય તો જૂનું થયું, દ્રષ્ટિકોણ બદલો, નવું વાક્ય જાણવા મળશે કે, સ્ત્રી એટલે અર્થશાસ્ત્રી.

                          જયારે સ્ત્રી વિષયક આ લેખ લખી જ રહ્યો છું, ત્યારે સમાજમાં રહેતી, નોકરી કરતી, વ્યવસાય ક્ષેત્રે સક્રિય અને સાથે ઘરનો વહીવટ પણ બખૂબી કરી શકતી વૈવિધ્યપૂર્ણ પ્રતિભાશાળી સ્ત્રીઓના ઉદાહરણ આપીશ.

                         જાણીતા મીડિયા અકિલા ન્યૂઝનાં એક અહેવાલ મુજબ, ભારત દેશની અગ્રગણ્ય બેંકમાં સ્થાન પામતી આઇસીઆઇસીઆઇ બેન્ક, જેમાં ચંદા કોચર એમ.ડી અને સીઈ.ઓ.

પદે વહીવટ સંભાળે છે. તેઓ સતત ત્રીજા વર્ષે પણ સૌથી શક્તિશાળી વ્યવસાયિક મહિલા તરીકે પસંદગી પામ્યાં છે. ફોર્ચ્યુન મેગેઝીન દ્વારા આ સંદર્ભે એક માહિતી જાહેર કરવામાં આવી છે જેમાં, બીજા ક્રમાંક ઉપર ભારતની બીજી અગ્રગણ્ય બેન્ક એક્સિસ બેંકનાં શિખા શર્માનો સમાવેશ થયો છે. મહારાષ્ટ્રમાં પુણે શહેરમાં આવેલી અને આઈ.ટી. ક્ષેત્રે કાર્યરત એવી કેપજેમીની ઇન્ડિયાનાં અરુણા જયંતિ ત્રીજા ક્રમે રહ્યાં છે. વર્ષ ૨૦૧૩ માટે ૫૦ સૌથી શક્તિશાળી વ્યવસાયિક મહિલાઓની યાદીમાં ચંદા કોચર પ્રથમ તો છે જ, સાથે સાથે એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝનાં એમ.ડી. પ્રિથા રેડ્ડી ચોથા અને ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટસ લિમિટેડનાં સી.ઈ.ઓ. મલ્લિકા શ્રીનિવાસન પાંચમા સ્થાને રહયાં છે. શું આ સ્ત્રીઓ ફક્ત એમનાં કાર્યક્ષેત્ર પૂરતી જ સીમિત હશે? તો જવાબ છે 'ના'. વ્યક્તિગત જીવનમાં પણ એમનું પ્રદાન એક સામાન્ય સ્ત્રી જેવું જ હશે. આ હોય છે એક સ્ત્રીની મહાનતા અને કાર્યક્ષમતા. ફોર્ચ્યુન મેગેઝીનની યાદીમાં સ્ત્રીઓની સૌથી ગમતી ધારાવાહિક 'કયુંકી સાંસ ભી કભી બહુ થી' નાં રચયિતા એકતા કપૂરનો પણ સમાવેશ થયો છે.

                એક પુરુષની આવક ૧૦૦૦૦ મહિનો હોય કે ૧ લાખ ₹ મહિનો હોય, એ આવકને કેવી રીતે ખર્ચ, હાથપર મૂડી, સામાજિક વ્યવહારો, દવાખાનું, શાકભાજી, રેશન વગેરેમાં કઈ રીતે વહેંચવી; સ્ત્રીને શીખવવાની જરૂર નથી, કેમ? કારણ કે એ એના ઈશ્વરીય સંસ્કાર છે. એમ ને એમ કોઈ પોતાની દીકરીને પોતાની માતા સાથે નથી સરખાવતું, એમાં કોઈ તથ્ય હોય છે. ખાનગી સંસ્થાની નોકરી, સરકારી કચેરીમાં નોકરી, કોઈ નામાનાં કામ કરતાં વ્યક્તિને ત્યાં નોકરી માટે લાયક પદવી હોવી જરૂરી છે. તમારું પ્રમાણપત્ર અને એમાં દર્શાવેલા ગુણ તમારી લાયકાત નક્કી કરે છે ત્યાં આ બધાથી અલગ, વિના પ્રમાણપત્ર, વિના ગુણ સફળતા પૂર્વક ઘરનું અર્થતંત્ર સાચવતી અર્થશાસ્ત્રી એટલે પત્ની એક સ્ત્રી. ઝગડાળું, ઈર્ષ્યાળું, ખર્ચાળ આ બધા સ્વભાવથી પર સમાજમાં માથું હંમેશા ઊંચું રખાવતી, સામાજિક વ્યવહારોમાં પણ આપણે શું કરીશું? ના વિચારોને દૂર રાખતી, નાણાકીય ભીડમાં સાદગી અપનાવતી, પોતાનાં અરમાનોની બલી ચઢાવી આપણા મુખ પર સ્મિત આપતી એક હસ્તી  એટલે સ્ત્રી.

             આટલું વાંચી એક વાર વિચારો કે, શું સ્ત્રી બુદ્ધિ ખરેખર પગની પાનીએ હોય છે? એક દીકરી તરીકે જન્મ લેતી સ્ત્રી, જેને સમાજ તો ઠીક છે પણ, કુટુંબનાં સભ્યો પણ અવગણે છે. શું આ જ માનસિકતા આપણે અકબંધ રાખવી છે? જો માનસિકતા અને સ્ત્રી બાજુનો દ્રષ્ટિકોણ આપણો રામનાં મુખોટામાં જીવતાં રાવણ જેવો પુરુષ પ્રધાન સમાજ નહિ બદલે તો વિદેશમાં પણ આજથી ૧૦ વર્ષ પછી એક જ વાક્ય સાંભળવા મળશે; "બ્લડી ઇન્ડિયન્સ". સૌ કોઈ પોતાનું આગવું સ્થાન ઈચ્છતું હોય છે, એમ સ્ત્રી પણ પોતાનું એક ચોક્કસ સ્થાન ઈચ્છે છે; તો એમાં ક્યાં મોટો ગુનો થઈ ગયો છે? મહિનાનાં ખર્ચ પેટે કેટલોક હિસ્સો અર્પણ તો કરી દઈએ છીએ, પણ એવું કદી સાંભળ્યું છે કે, ઘર ચલાવવાનાં પૈસા ખૂટી ગયા! બસ, ઘરનાં આ જ અર્થતંત્રની વ્યવસ્થા એટલે સ્ત્રી.

- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

Rate this content
Log in