Bhavin Desai

Others

2  

Bhavin Desai

Others

પતિ-પત્ની

પતિ-પત્ની

3 mins
2.0K


"દરેક પુરુષ અને સ્ત્રી એકબીજા માટે અજાણ્યું વ્યક્તિત્વ છે, તેમની વચ્ચે એવું તો કયું પરિબળ છે કે પતિ-પત્ની તરીકે જીવન આખું વિતાવી દે છે!"

ગઈ કાલે એક અજબ બીના બની ગઈ. હું અને મારી પત્ની સાંજે નોકરી-વ્યવસાયથી નવરાશ લઇ કબાટમાં જૂની- પુરાણી વસ્તુઓ કાઢવા બેઠાં. બાળપણથી કોલેજ સુધીનાં જે હું ભણ્યો હતો, એ મારે હાથ લાગ્યા. આમ તો મને એવો સંગ્રહ ઘણો ગમે એટલે ઘણુંખરું રહેવા દીધું હતું. જિજ્ઞાસાવશ હું દરેક વિષયનાં પુસ્તકો ઉથલાવતો હતો કે જોઉં તો ખરો હું શું શું ભણ્યો છું? પણ એક સવાલ મારા મનમાં ઉદ્દભવ્યો અને રાત આખી જાગીને દરેક પુસ્તકો વાંચ્યાં. મારા મનમાં સવાલ એ હતો કે "દરેક પુરુષ અને સ્ત્રી એકબીજા માટે અજાણ્યું વ્યક્તિત્વ છે, એની સાથે એવું તો કયું પરિબળ છે કે પતિ-પત્ની તરીકે જીવન આખું વિતાવી દે છે!"

બસ, આ સવાલનો જવાબ હું દરેક પાઠ્યપુસ્તકમાં શોધતો રહ્યો, પણ ક્યાંય મળ્યો નહી. આખરે એમાં સવાર થઇ ગઈ અને કંટાળીને એ પુસ્તકો મેં એક બાજુએ મૂકી દીધા અને અચાનક મારી નજર મારી પત્ની પર પડી જે આંખો બંધ કરીને સૂતી તો હતી, પણ હકીકતમાં જાગતી પડી રહી હતી. કુતૂહલવશ એણે પૃચ્છા કરી કે આ પુસ્તકોમાં તમે એવું તો શું શોધતા હતાં કે આખી રાત જાગતા રહયાં? આમ જોવા જાઉં તો એ રાત દરમ્યાન એ પણ જાગતી જ રહી હતી અને મારા પ્રત્યેક હાવભાવ એ જોઈ શકતી હતી. આખરે મેં મારાં હૃદયનો ભાર હળવો કરવા મારાં મનમાં ઉદ્દભવેલા પ્રશ્નને એની સમક્ષ રજૂ કર્યો. અને જે જવાબ એ પુસ્તક ન આપી શક્યા એ જવાબ મારી પત્નીએ મને ચપટી વગાડતાં આપી દીધો!

મારી પત્નીએ મને જણાવ્યું કે, "પત્ની એક એવું વ્યક્તિત્વ છે પુરુષ માટે, કે જે એનાથી બિલકુલ અજાણ્યું છે અને દરેક પત્ની માટે પણ આમ જ હોય છે. છતાં પણ બે જણ વચ્ચેનો જે પ્રેમનો સેતુ છે એ અજ્ઞાત મનમાં રહેલી એવી આંખો છે જે પતિ હંમેશા પત્નીમાં ક્યાંક ને ક્યાંક પોતાની "માં"ની છબી જોતો હોય છે, જે તેની સાર સંભાળ રાખે, એની દરેક ઈચ્છાઓને માન આપે, એના પરિવાર સાથે જોડાયેલી રહે અને બીજી તરફ પત્ની એના પતિમાં એનું સર્વસ્વ એટલે કે એનાં પિતાની છબી જોતી હોય છે. બસ, આ જ પરિબળ છે જે પુરુષ અને એક સ્ત્રી એકબીજા માટે અજાણ્યા હોવા છતાં આખું જીવન એકબીજા સાથે પતિ-પત્ની તરીકે વિતાવી શકે છે.

એક રોજિંદી વાતનું ઉદાહરણ લઈએ તો ક્યારેક શાક, દાળ, પહેરવેશ આમાં આપણે જ કમેન્ટ કરીએ છીએ કે આજે ટેસ્ટ બિલકુલ મમ્મીનાં હાથનું ખાતો હોઉં એમ લાગે છે, સાડી તને મમ્મી જેવી સ્યુટ કરે છે વિગેરે. અને કેટલીક વાર પત્ની પણ કમેન્ટ કરે કે તમારી આ આદત બિલકુલ મારા પપ્પા જેવી જ છે, તમે આમ કર્યું તો મારા પપ્પાને પણ આવું ગમે છે વગેરે... આ ખાસ એક નોંધપાત્ર બાબત છે કે પુરુષ અને સ્ત્રી બંને એકબીજામાં પરોક્ષ રીતે અજ્ઞાત અવસ્થામાં પોતાના માં- બાપ ને જુએ છે...પુરુષ હંમેશા એની માતાની નજીક રહેલો હોય છે અને સ્ત્રી એના પિતાની. તો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ મુજબ આ હકીકત ઘણે બધે અંશે શક્ય છે.

 


Rate this content
Log in