STORYMIRROR

હર્ષદ અશોડીયા

Children Stories Inspirational Children

4  

હર્ષદ અશોડીયા

Children Stories Inspirational Children

સમાજની સચ્ચાઈ

સમાજની સચ્ચાઈ

3 mins
3

સમાજની સચ્ચાઈ

એક નાનકડી સોસાયટીમાં રહેતાં રામલાલ અને લતાબહેનનું ઘર હંમેશા શાંતિનું સરનામું હતું. બંને વૃદ્ધ દંપતી, સંતાન વગર, એકબીજાની સાથે જીવનની સાંજ વિતાવતાં હતાં. રામલાલનું હૃદય મોટું હતું, પણ ઉંમરની સાથે તેમની ચિંતા પણ વધતી હતી – સમાજના સંબંધોની સચ્ચાઈ શું છે? લોકો ખરેખર કેટલા જીવંત છે એકબીજા પ્રત્યે?

એક દિવસ, બપોરે લગભગ ત્રણ વાગ્યે, સોસાયટીના વૉટ્સએપ ગ્રૂપમાં એક અજીબ સંદેશ આવ્યો:

સખેદ જણાવવાનું કે શ્રી રામલાલ શાંતિલાલ દત્ત આજે અવસાન પામ્યા છે. સદ્ગતની સ્મશાનયાત્રાનો સમય હજી નક્કી થયો નથીપરંતુ શક્ય હોય તો સાંજે ૭:૩૦ વાગે એમના ઘરે આવવું. લતાબહેનને હૃદયરોગની બીમારી હોવાથી તેમને હજી જાણ કરવામાં આવી નથીએટલે કોઈએ તેમને ફોન ન કરવો. સાંજે આપેલા સમય પહેલાં પહોંચવું નહીં.
નોંધ: રામલાલના સૌ શુભચિંતકોસગા-વ્હાલા અને સોસાયટીના સભ્યો આ સૂચના પર ધ્યાન આપે.

આ સંદેશે સોસાયટીમાં ખળભળાટ મચાવી દીધો. કેટલાકને આ ઘરડા દંપતી માટે દયા ઉપજી, જે એકલું જીવન જીવતું હતું. બે-ચાર જણે તો ન જવાના બહાના શોધવાનું નક્કી કરી લીધું. “જઈને શું કામ? રામલાલ તો રહ્યા નથી,” એવું વિચારીને કેટલાકે મનોમન નિર્ણય લઈ લીધો. કેટલાક ચિંતામાં પડ્યા કે, “આ ઉંમરે લતાબહેન એકલાં કેવી રીતે જીવશે?”

થોડીવારમાં જ સોસાયટીના ગ્રૂપમાં આ જ સંદેશ ફરી વળ્યો. કેટલાક પડોશીઓએ બાલ્કનીમાંથી રામલાલના ઘર તરફ નજર નાખી, પણ કશું અસામાન્ય દેખાયું નહીં. એક-બે જણ તો ખાલી ખબર પૂછવાના બહાને તેમના ઘરની આસપાસ ફરી આવ્યા, પણ ત્યાં કોઈ હિલચાલ ન હતી. છતાં, ઉત્સાહી આઠ-દસ જણે લતાબહેનને ફોન કરી જ લીધો, ભલે ગ્રૂપમાં સ્પષ્ટ લખ્યું હતું કે ફોન ન કરવો.

સાંજે સાતેક વાગ્યે, લોકો રામલાલના ઘરે ભેગા થવા લાગ્યા. ઘરની બહાર થોડી ખુરશીઓ ગોઠવેલી હતી. લતાબહેન ગુમસુમ બેઠાં હતાં, ચહેરા પર એક શાંત ભાવ. બહારગામથી આવેલા કેટલાક સગાંઓએ તેમને ભેટીને રડવું શરૂ કર્યું. લતાબહેને આશ્ચર્યથી પૂછ્યું, “શું થયું? આ શા માટે રડો છો?”

સગાંઓએ ધીમે રહીને, આઘાત ન લાગે એ રીતે, રામલાલના અવસાનના સમાચાર આપ્યા. પણ જવાબમાં લતાબહેન ખડખડાટ હસી પડ્યાં! લોકોને લાગ્યું કે આઘાતથી તેમનું મન ભમ થઈ ગયું છે. પરંતુ ખરો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે રામલાલ પોતે અંદરના રૂમમાંથી બહાર આવ્યા, શાંત ચહેરે દરેકને ખુરશીઓ પર બેસાડતાં બોલ્યા:

“આજનો આ નાટક થોડું અજીબ હતું, પણ જરૂરી હતું. હું જાણવા માગતો હતો કે આપણા સંબંધો કેટલા જીવંત છે. સાચો મિત્ર તે જજે વિપત્તિમાં કામ આવે એ કહેવત તો સાંભળી જ હશે, પણ જીવનમાં ખરેખર કેટલા લોકો આપણી સાથે છે? છેલ્લા બે મહિનામાં અમારા ફોન પર ગણીને ત્રણ જ કૉલ આવ્યા. આજે, જ્યારે ‘અવસાન’ના સમાચાર ગયા, ત્યારે ૧૮ ફોન આવ્યા! બધાએ ખાલી ‘ખબર’ પૂછીને ફોન મૂકી દીધો.

અરે, અમથું અમથું કોઈ દિવસ આમ જ ફોન કરી લેતા હો તો? શું મરી જઈશું પછી જ આવવું? જીવતાં જીવનું જીવનમૂઆનું શું જીવન?’ હું તો ઈચ્છું છું કે જ્યાં સુધી જીવું, ત્યાં સુધી આપણે એકબીજાને અહેસાસ કરાવીએ કે આપણે જીવંત છીએ. તમે આજે આવ્યા, એનો હૃદયથી આભાર. પણ ખરેખર જઉં ત્યારે ન આવો તો ચાલશે. એમ્બ્યુલન્સવાળા લઈ જશે. પણ જીવીએ છીએ ત્યાં સુધી, ક્યારેક આવીને કે કૉલ કરીને એકબીજાને જીવંત રાખજો.”

આખું વાતાવરણ શાંત થઈ ગયું. રમણીકલાલે દરેક માટે મંગાવેલો આઈસ્ક્રીમ જાતે વહેંચ્યો. લોકોના ચહેરા પર શરમ અને સમજણનો ભાવ હતો. આ નાનકડી ઘટનાએ સૌને એક પાઠ શીખવ્યો: સંબંધોની કિંમત જીવનમાં જ હોય છેમરણ પછી નહીં.



Rate this content
Log in