STORYMIRROR

હર્ષદ અશોડીયા

Children Stories Inspirational Children

4  

હર્ષદ અશોડીયા

Children Stories Inspirational Children

સાવચેતી – અગમચેતી

સાવચેતી – અગમચેતી

2 mins
359

સાવચેતી – અગમચેતી

સામાન્ય ઘરની બધાને લાગુ પડે તેવી આ વાત છે.

વાત એક ઉંદરની છે.

આ  ઉંદર એક કસાઈના  ઘરમાં બખોલ બનાવીને રહેતો હતો. એક દિવસ ઉંદરે જોયું કે કસાઈ  અને તેની પત્ની એક થેલીમાંથી કંઈક કાઢી રહ્યાં છે. ઉંદરે વિચાર્યું કે કદાચ કંઈક ખાવાનું હશે. ઉત્સુકતાથી જોતાં તેને ખબર પડી કે તે એક ઉંદર પકડવાની ઉંદરદાની હતી. નેને પોતાના પર આવેલી આફતને ઓળખી ગયો. પણ તેને થયું આ વાત મારા મિત્રોને પણ કરવી જોઈએ. આ જે યજમાન મારક છે તે તારક નથી.

પરિસ્થિતિની ગંભીરતા જોઈ પોતાના પશુ સૃષ્ટી ના બધા લોકોને કહેવા તે પાછલા ભાગમાં ગયો અને કબૂતરને આ વાત કહી કે ઘરમાં ઉંદરદાની આવી છે. કબૂતરે મજાક ઉડાવતાં કહ્યું, "મને શું? તેમાં ઉંદર ફસાય, મારે શું તેમાં ફસાવું છે?"

નિરાશ ઉંદર મરઘીને આ વાત કહેવા ગયો. મરઘીએ ઠેકડી ઉડાવતાં કહ્યું, "જા ભાઈ, આ મારી સમસ્યા નથી."

હતાશ ઉંદર વાડામાં ગયો અને બકરાને આ વાત કહી. બકરો તો હસતાં-હસતાં લોટપોટ થઈ ગયો. ઉંદરદાની માં પોતે કેવી રીતે ફસાશે?

બધા પશુ ને એમજ હતું કે આ ઉંદર માટે છે. એ વાત ભૂલી ગયા કે આ કસાઈ નું ઘર છે. જે આ કસાઈ ગાય ને રોટલી આપશે એજ માણસ ગાય ને રોટલી સાથે ખાશે.

જે માણસ કરેલો પ્રેમ ભૂલી જાય તેના ઘેર એક રાત પણ રોકાવું જોઈએ નહિ.

એ જ રાત્રે ઉંદરદાનીમાં "ખટાક"નો અવાજ થયો. તેમાં એક ઝેરી સાપ ફસાઈ ગયો હતો. અંધારામાં તેની પૂંછડીને ઉંદર સમજીને કસાઈની  પત્નીએ તેને બહાર કાઢ્યો, અને સાપે તેને ડંખ માર્યો. તબિયત બગડતાં કસાઈએ વૈદ્યને બોલાવ્યો. વૈદ્યે કબૂતરનું સૂપ પીવડાવવાની સલાહ આપી.

હવે કબૂતર પતેલીમાં ઉકળી રહ્યું હતું. કબુતર તેનું પાપ ભોગવી રહ્યું હતું.

આ સમાચાર સાંભળીને કસાઈના  ઘણા સગાં-વહાલાં મળવા આવી પહોંચ્યા. તેમના ભોજનની વ્યવસ્થા માટે બીજા દિવસે મરઘીને કાપવામાં આવી. થોડા દિવસો પછી કસાઈની પત્ની સાજી થઈ ગઈ. આનંદમાં વેપારીએ પોતાના શુભચિંતકો માટે એક દાવતનું આયોજન કર્યું, અને તેમાં બકરાને કાપવામાં આવ્યો.

ઉંદર તો ઘણો દૂર નાસી ગયો હતો… ખૂબ દૂર…પણ મિત્રો તમે સત્ય ની નજદીક પહોચ્યા છો?


Rate this content
Log in