VIPUL SHRIMALI

Others

1  

VIPUL SHRIMALI

Others

રડતું બાળક

રડતું બાળક

3 mins
3.2K


કાલે રાત્રે બાર રોડ પર આટો મારવા નીકળ્યો હતો, કરફ્યુ ને કારણે કોઈ જ નોહતુ દેખાતુ મને થોડી બીક લાગી એટલે હું ઘરે પાછો ફર્યો ને મને કોઈ નો રડવાનો અવાજ આવ્યો એટલે મે આજુ બાજુ જોયુ તો ઝાડ પાછળ રડવા નો અવાજ આવતો હતો, જોડે જઈને જોયું તો એક નાનુ બાળક રડતુ હતુ તેના અપંગ પિતા ના ખોળામાં બેસી ને,

 મે પુછ્યુ કેમ રડે છે આ બાળક તે અપંગ પિતા એ કહ્યુ કે સવારથી બધુ બંધ છે તો મારા છોકરા ને મે જમાડયુ નથી એટલે એને ભુખ લાગી છે.

મે કહ્યું 5 મિનિટ અહીજ બેસજો હુંં તમારા માટે જમવાનું કાઈ લેતો આવું અને સામે એક દુકાન બંધ હતી પણ બાજુમાં એનુ ઘર હતું એટલે કહ્યું ભાઈ દૂધ ને પાવ આપોને એ ભાઈ એ કહ્યુ કે દૂધ તો ખાલી થઈ ગયુ છે, મે કહ્યું ભાઈ જોવો ને હોય તો એક થેલી દૂધ.

ભાઈ એ કહ્યુ મારે તો વેચવાની જ છે હોય તો આપી ન દવ, મે કહ્યું ઓકે ને, એ ભાઈ ના ઘરમાં થી એક બેન આવ્યા ને કહ્યું લો ભાઈ લઈ જાવ એ દૂધ ની થેલી.

મેં કહ્યુ આભાર બેન એટલાં મા પેલો ભાઈ બોલ્યો કે આપણે પછી ઘર માટે શુ કરસુ, એ બેને કહ્યું કે આપણે તો આવી જાસે કાલે પણ આ ભાઈ જેને માટે લઈ જાય છે દૂધ એને સાયદ નય મલે, મે જોયુ તમે પેલા ગરીબ માણસ જોડે ઉભા હતા ને, મેં કહ્યું હા અને  દિલ થી આભાર હો,અને હું પેલા ભાઈ જોડે આવ્યો ને દૂધ ને પાવ આપ્યુ, ને જમવા લાગ્યા અને મે કહ્યું ભાઈ તમે રોજ કેવી રીતે તમારા દિકરા ને જમાડો, અપંગ પિતા એ કહ્યુ કે રોજ બધી દુકાને ફરતો જાવ ને કહું કે મને કામ આપો એટલે કોઈ સારો માણસ હોય તો કામ કરાવે ને પૈસા આપે એટલે હું ને મારો દિકરો જમીયે છીએ પણ ભીખ નથી માગતો હું મહેનત કરી ને જ પેટ નો ખાડો પુરુ, મે કહ્યું તમારી વાત તો મારા દિલ ને છુ ગઇ હો.

અપંગ પિતા એ કહ્યુ કે તમારુ નામ શ્રી કિષ્ના છે, મે કહ્યું ના વિપુલ નામ છે, કેમ આવુ પુછ્યુ તમે ?

અપંગ પિતા એ કહ્યુ કે હું નાનો હતો ત્યારે મારી મમ્મી કેહતી હતી કે દુ:ખ પડે અને ભુખ્યા હોય ત્યારે શ્રી કૃષ્ણ આવે છે મદદ કરવા, આટલું સાભતાજ મન મા વિચાર આવ્યોકે કાનુડા ગજબ છે તારી લીલા હો અને આંખો ભરાઈ ગઈ.

 અપંગ પિતા એ કહ્યુ કે કયા ખોવાય ગયા ભાઈ, મે કહ્યું કાય નય, અપંગ પિતા એ કહ્યુ કે આ બધું બંધ કેમ છે, મે કહ્યું આપણા દેશમાં એક ભયંકર વાઈરસ આવ્યો છે એટલે લોકો ને ઘરમાં જ રેહવાનુ બાર રહીએ તો રોગ લાગે, અપંગ પિતા એ કહ્યુ ભાઈ સવાર થી અહી હું બેઠો છુ મને તો કોઈ લઈ નય જાતુ ચાર દિવાલમા અને આ બધું બંધ રાખીસુ તો આ રોગ જતો રેહશે શુ અને મારા જેવા રોજ મહેનત કરી ને ખાવા વાળા નુ થાસે.

મે કહ્યું મારો શ્રી કૃષ્ણ છે ને બાકી કોઈ નય આવે મદદ કરવા,અને પછી એ અપંગ પિતા એ મને ખુબજ દુઆ ઓ આપી ને હું ઘરે પાછો વળ્યો ને ઘરની ની સીડી ચડતો હતો ને મારા બાજુમા રેહતા એકલા માણસે કહ્યું કે વિપુલ એક કામ હતું, મે કહ્યું હા બોલો, વિપુલ હું રોજ કમાય ને રોજ ખાવ છુ પણ બધું બંધ છે એટલે સવાર ની ચા પણ નથી પીધી અને જમ્યો પણ નથી, મે કહ્યું ઓહ એક મિનિટ હું આવુ અને ઘરમાં મમ્મી ને કહ્યું તો મમ્મી એ સબ્જી અને રોટલી આપી ને મારા પપ્પા ને કહ્યું પપ્પા પેલા બાજુ મા રેહતા એકલા ભાઈ ને આપી દો આ જમવાનું, અને મારા પપ્પા જમવાનું આપી આવ્યા ને કેહવા લાગ્યા કે એ ભાઈ એમ કેહતો હતો કે ભગવાન તમારુ ભલુ કરશે.


Rate this content
Log in