STORYMIRROR

VIPUL SHRIMALI

Others

2  

VIPUL SHRIMALI

Others

મારો વિચાર

મારો વિચાર

2 mins
79

કાલે હું વિચાર કરતો હતો કે, શું થશે મારુ અને મારા વિચારોમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા ને કહ્યું," વિપુલ ખબર તો છે તને કે 'થવાનુ હશે તે થશે.મારુ ધારેલું થશે. મે કહ્યું ,"હા હો મારા કાન્હા ! અને આજે મારા વિચારોમા મુલાકાત લીધી શું વાત છે !

શ્રી કૃષ્ણ : બસ આજે મન થયુ તારા વિચારોમા આવુ એટલે આવી ગયો.

મે કહ્યું ,"ઓહ કાન્હા ! કેમ છે ?

શ્રી કૃષ્ણ: બસ તારા જેવા ભક્તો છે એટલે મોજ છે અને તને કેમ આજે આવો વિચાર આવ્યો કે શું થશે મારુ? હે વિપુલ !

મે કહ્યું ,"કાન્હા હવે બહુંજ કંટાળો આવી ગયો છે ઘરે રહીને અને આવી પરિસ્થિતિ તું ઉભી કેમ કરે છે કે આખા દેશને ભોગવવી પડે.

શ્રી કૃષ્ણ: ઓ મિ શૂન્ય મારી બનાવેલી પ્રકૃતિને કોઈ છેડ છાની કરે અને સંભાળે નહી તો હું થોડી જોઈ રહેવાનો અને તમે માણસોનો જ બધો દોષ છે.મે કહ્યું ,"કેવી રીતે અમારો દોષ ? હે

શ્રી કૃષ્ણ: એક ઘરમા આખો પરિવાર હોય અને પરિવારમા એક મોટા વડીલ હોય અને એ મોટી ભૂલ કરે તો આખા પરિવારને ભોગવવી પડે. મહાભારત થયુ હતું એનુ એક કારણ એ ભિષ્મ પિતા નુ હતુંં એટલે કે રાજા ભૂલ કરે તો આખી પ્રજા ને ભોગવવી પડે છે.

મે કહ્યું," વાહ મારા કાન્હા! તે બહુંજ મોટી વાત સમજાવી દીધી હો ને જીવન માં કામ પણ લાગે એવી વાત છે હો."

શ્રી કૃષ્ણ: હા હો

મે કહ્યું ,"કાન્હા એક સવાલ પૂછું તને ".

શ્રી કૃષ્ણ: હા પૂછ બિન્દાસ 

મે કહ્યું ,"કાન્હા તું દેખાતો કેમ નઈ? તારા રુપ મા એટલે કે ભગવાન ના રુપ મા 

શ્રી કૃષ્ણ: વિપુલ હા પણ તમારા મનુષ્યની એક વાત પણ નથી દેખાતી વિચાર કર.

મે કહ્યું નથી ખબર તું જ કહી દેને હવે.

શ્રી કૃષ્ણ: સાંભળ હું (ભગવાન) અને તમારા મનુષ્યની ભૂલ માનો તોજ દેખાય.

મે કહ્યું ,"વાહ મારા કાન્હા! વાહ તારી આ બધી વાત ખુબજ સરસ છે. મારા જીવનમાં કામ લાગે એવી સમજાવી હો.

શ્રી કૃષ્ણ: વિપુલ હા અને એક વાત યાદ રાખજે જીવનમાં કે હું એટલે કે ભગવાન કોઈ દિવસ મનુષ્યના વિચારો અને તેના જીવનમાં એમ જ નથી આવતા કોઈ ઉદ્દેશ હોય તો જ આવ્યે જે રીતે તારા વિચારોમા આવીને તને આ વાતો કામ લાગે એવી કહી.

મે કહ્યું ,"હા મારા કાન્હા એટલે તો હું શૂન્ય ને તુંજ મારુ બધું."

શ્રી કૃષ્ણ: હા વિપુલ અને ચાલ હું જાઉ છુ.

મે કહ્યું ,"હવે કયારે મળીસ?"

શ્રી કૃષ્ણ: વિપુલ ખબર તો છે કે હું તારા કર્મોમાં છુ. સારા કરે તો સાથે અને ખરાબ કર્મો કરે તો સામેં.

મે કહ્યું," હા મારા કાન્હા અને ભગવાન શ્રી કૃષ્ણ મારા વિચારોમાંથી જતા રહ્યા અને હું વિચારોમાંથી બહાર આવ્યો.આંખો બંધ કરીને ભગવાનનો દિલથી આભાર માન્યો. ગજબ છે મારા કાન્હા તારી લીલા હો.


Rate this content
Log in