VIPUL SHRIMALI

Others

3  

VIPUL SHRIMALI

Others

મહાદેવ જોડે મારો વાર્તાલાપ

મહાદેવ જોડે મારો વાર્તાલાપ

5 mins
159


કારતક સુદ એકમ ૨૦૭૭ ને નવું વર્ષ હતું. એટલે સવારમાં હું ફૂલ લેવા નીકળ્યો હતો અને મારી નજર સ્મશાનમાં પડી અને મનમાં અચાનક વિચાર આવ્યો કે, સ્મશાનમાં જઈને બેસું અને હું ત્યાં બેઠો હતો ને પાછળથી મારા ખભા પર હાથ મૂકીને કોઈએ કહ્યું, ”ભક્ત આજે મારા દ્વાર પર ?”

પાછળ વળીને નજર કરી, અને બે હાથ જોડીને પગે લાગીને કહ્યું, “મહાદેવ તમે અહીં અને મારી પાસે ! મહાદેવ હું તો ધન્ય થઈ ગયો, આજે તમે મારી પાસે આવ્યા એ માટે. ”

મહાદેવે કહ્યું, ” ભક્ત,હું તારી પાસે નથી આવ્યો, તું મારા દ્વાર પર આવ્યો છે. અને આજે કેમ મારાં દ્વાર પર ?

ભક્તે કહ્યું,”મહાદેવ મનમાં વિચાર આવ્યો કે, આજે સ્મશાનમાં જઈને બેસું એટલે આવી ગયો અહીં. “

મહાદેવ બોલ્યા,”હા, મને અચરજ થયું,આજે પહેલી વાર કોઈ માણસને સ્મશાનમાં એમને એમ આવતો જોયો અને એ પણ આ નવા વર્ષે, નહીં તો માણસ સ્મશાનને અપવિત્ર જ માને છે !”

ભક્તે નમ્રતાથી કહ્યું,”મહાદેવ, આ વાત પરથી એક વાત જરૂર સમજવા માંગુ છું, કે સ્મશાન જ્યાં માણસનાં પાંચ તત્ત્વોથી બનેલા શરીરને મુક્તિ મળે છે, એ જગ્યા અપવિત્ર કઈ રીતે હોઈ શકે છે ?”

મહાદેવે ઉત્તર આપતા કહ્યું,” ભક્ત તારી વાત સત્ય છે. અને મને લોકો બીજે બધે શોધે છે, હું બધે જ છું પણ મારા દર્શન કરવા હોય, તો હું ભક્તોને સ્મશાનમાં જ મળીશ, મનની શાંતિ માટે, કારણ કે આખી દુનિયામાં આ સ્મશાન જ એક એવી જગ્યા છે, જ્યાં હું રહેવાનું વધારે પસંદ કરું છું અને જ્યાં હું હોઉં ત્યાં મનની શાંતિ હોય જ. ”

ભક્તે કહ્યું,” હા મહાદેવ ! સત્ય વાત આપની, પણ મહાદેવ મને એક વાત ના સમજાઈ આપની ! કે હું સ્મશાનમાં આવ્યો. ને તમે અહીં જ રહો વધારે તો ! પણ, મને કેમ દર્શન આપ્યાં ? અને મારી જોડે પણ વાર્તાલાપ કેમ કર્યો ?

મહાદેવે ભક્તને ઉત્તર આપ્યો,” સત્ય તો તને ખબર તો છે કે, હું કોઈ દિવસ કોઈ મનુષ્ય જોડે એમને એમ તો ના જાઉં, પણ નિઃસ્વાર્થ કર્મ અને નિઃસ્વાર્થ ભક્તિ કરે એ ભક્ત જોડે અવશ્ય જાઉં છું, જેમ કે તું મારો સાચો ભક્ત છે. ”

ભક્તે ગદ્ગદ કંઠે કહ્યું, ”મહાદેવ હું કઈ રીતે ?”

મહાદેવે કહ્યું, “ ભક્ત તારા નિઃસ્વાર્થ ભાવે કરેલા કર્મ હું જાણું છું અને સાંભળ કાલે તું ઘરે આવતો હતો, અને તે ત્યાં ફૂટપાથ પર બે બાળકોને સૂતેલાં જોયાં અને તે તરતજ તારા ઘર માટે લીધેલું ચવાણું તે એ બે બાળકોને આપી દીધું અને તું બંનેનાં માથાં પર પ્રેમથી હાથ ફેરવીને રીક્ષામાં બેસીને ઘરે જતો રહ્યો, પછી એ બાળકોએ ચવાણાનું પેકેટ ખોલીને જોયું. બહુજ ભૂખ લાગી હતી, બંને જણ પ્રેમથી ખાઈ પાણી પી સંતોષથી સૂતા. ”

બંને બાળકો સૂતા સૂતા બોલ્યા કે પેલા ભાઈ આ ખાવાનું આપી ગયા. અને એ શું હતું ? 

“તેઓ ગરીબોને એ ખબર પણ નહોતી, કે આને ચવાણું કહેવાય છે ? બસ !આવા જ તારા નિઃસ્વાર્થ કર્મો ને કારણે, હું અને શ્રી કૃષ્ણ તને મળતાં રહીએ છીએ અને રહીશું. ”મહાદેવ આ બોલતા બોલતા ગળગળા થઈ ગયાં.

ભક્ત તો પૂછી બેઠો કે મહાદેવ હા! તમારી વાત સત્ય છે, પણ આવી પરિસ્થિતિ કેમ છે એ બે બાળકોની ? તમે બધું જાણો છો તો કાઈ કરોને તમે.

મહાદેવે સમજ આપી કે એ તો કર્મો છે એ લોકોનાં.

ભક્તે કહ્યું, “મહાદેવ એ લોકોને ખબર પણ નથી પડતી કે આને ચવાણું કહેવાય એમ, અને કર્મો શું હશે એ શું ખબર એ બાળકોને ?

મહાદેવે કહ્યું,”એ લોકોનું ઘર હતું, તેમનાં મા-બાપ તેમના મા-બાપનાં ખરાબ કર્મો એ લોકોને પણ ભોગવવા પડે છે અને માણસનાં જીવનમાં જે પણ સુખ દુઃખ આવે છે. એ માણસ પોતાનાં સારા ખરાબ કર્મો ને કારણે જ ભોગવે છે. પણ માણસ હંમેશાં બીજા ઉપર જ ઢોળી દે છે, અને પછી ભોગવતો રહે છે કર્મો. એક વાત કહી દઉં કે, એક દિવસ આ બાળકો ઘણાં સુખ અને શાંતિવાળું જીવન જીવતાં હશે. ”

મહાદેવની આ વાત સાંભળીને ભક્તે મહાદેવ ને બે હાથ જોડીને નમન કર્યા અને કહ્યું કે પ્રભુ તમે મારી જોડે આ વાતો કરી એ માટે ખૂબ આનંદ થયો, અને મહાદેવ જ્યારે મહાશિવરાત્રિ હોય, એ દિવસે તમે ને માતા પાર્વતી ભક્તો ને મળવા જતાં હશોને ?

મહાદેવે કહ્યું, હા, ભક્ત અમે બંને જે નિઃસ્વાર્થ કર્મ અને નિઃસ્વાર્થ ભક્તિ કરે છે, એવાં ભક્તોની પાસે જઈએ છીએ. અને એક વાત કરું ! તને જીવનમાં કામ લાગશે. “

ભક્તે કહ્યું, “ જરૂર મહાદેવ આપની વાત મારે માટે સર માથા પર! બોલો, અને ભગવાન કોઈ દિવસ ભક્ત ને ખોટી શીખ, ખોટો માર્ગ ના આપે.  

મહાદેવે કહ્યું કે હા, ભક્ત, સાંભળ, હું અને દેવી પાર્વતી શિવરાત્રીનાં દિવસે વાતો કરતા હતાં અને વાતો વાતોમાં દેવી પાર્વતીની એક વાત પર મને ખૂબ ગુસ્સો આવ્યો. અને મેં કાળભૈરવનો અવતાર ધરી લીધો હતો. ત્યારે મારો ગુસ્સો શાંત નહોતો પડતો ત્યારે દેવી પાર્વતીએ બે હાથ જોડીને નમન કરીને પ્રેમથી સાચાં મનથી કહ્યું કે ક્ષમા કરો પ્રભુ. દેવી પાર્વતીની આ પ્રેમથી નમન કરતાં જ મારો ગુસ્સો શાંત થઈ ગયો હતો. અને જ્યારે બીજી વાર આવી રીતે વાતો કરતાં હતાં, ત્યારે મારાથી ભૂલ થઈ ગઈ હતી અને દેવી પાર્વતી મહાકાળીનાં અવતારમાં આવી ગયાં હતાં. અને ગુસ્સો શાંત નહોતો થતો, ત્યારે જે રીતે દેવી પાર્વતીએ મારી ક્ષમા માંગી હતી. એજ રીતે મેં બે હાથ જોડીને નમન કરીને પ્રેમથી મનમાં કહ્યું કે ક્ષમા કરો દેવી, અને નમન કરતાં જ દેવી પાર્વતીનો ગુસ્સો શાંત થઈ ગયો હતો.  

ભક્ત, આ વાત પરથી તારે એ શીખ લેવાની કે, જીવનમાં કોઈ પણ મનુષ્ય હોય અને એની જોડે જ્યારે જ્યારે આવી ભૂલ થાય, ત્યારે ત્યારે કોઈ પણ સંબંધ હોય, એકદમ શાંત થઈને પ્રેમથી નમન કરીશ, તો એ સંબંધ મૃત્યું પછી પણ અમર રહેશે.  

ભક્તે નમ્રતાથી કહ્યું કે મહાદેવ ! તમારી આ વાત મારામાં જીવ છે, ત્યાં સુધી અમલ કરતો રહીશ. અને આપનો ખૂબ ખૂબ આભાર, આવી ખૂબ સરસ શીખ આપી એ બદલ.   

મહાદેવ કહ્યું કે, હા ભક્ત, મારે હવે જવું પડશે. મારા બીજા ભક્તોને પણ મળવાનું છે, આ નવા વર્ષ દરમિયાન.  

ભક્તે કહ્યું, ”હા મહાદેવ અને કયારે મળશો હવે મને ?

મહાદેવે કહ્યું કે હું તો કણ કણમાં છું, અને હર કોઈ જીવમાં મને જોઈ શકે છે . અને મારી જોડે વાતો પણ કરી શકે છે, બસ નિઃસ્વાર્થ કર્મો કરતાં રહેતાં હોય, અને સાચાં મનથી ભક્તિ કરતાં હોય એને જ, જેમ કે તું ભક્ત.

ભક્તે કહ્યું કે હા, મારા ભોલાનાથ ! અને ભક્ત તેમને પગે લાગ્યો. મહાદેવ એ આર્શીવાદ આપ્યાં ભક્તને અને અદ્રશ્ય થઈ ગયાં.

આ કળિયુગમાં ભગવાન ક્યાં મળે છે ? પણ સાચા દિલથી કરેલી સેવા એ આપણને ભગવાનની અનમોલ લાગણીનાં ભાગીદાર બનાવે છે, અને મહાદેવતો આરાધ્ય દેવ છે, અને મહાદેવ પ્રત્યેની ભક્તિ જ્યાં છે તેવી જ રીતે શ્રી કૃષ્ણ પણ ભક્તોનાં સાચા દોસ્ત છે, અને આ ભક્તોનો શ્રી કૃષ્ણ અને મહાદેવ પ્રત્યેનો પ્રેમ છે.  

જાણે આ વાર્તાલાપ હતો કે મારું સ્વપ્ન એ તો પ્રભુ જ જાણે પણ ઘણું શીખ્યો પ્રભુ.


Rate this content
Log in