Raju Utsav

Others

3  

Raju Utsav

Others

ફોટો

ફોટો

2 mins
13.7K


 શંભુએ ચાલવાની ઝડપ વધારી, બાર વાગી ચુક્યા હતા. દવાખાને પહોચવું હતું બે પહેલા, પણ આ પળોજણ ! એની પળોજણોનો પાર ન હતો. સવારથી પત્નીની મગજમારી, છોકરાંના કજિયા,મકાનમાલિકના ભાડા માટેના તકાજા અને એની પોતાની શારીરિક સ્થિતિ ! એ હસ્યો થોડું અને ચાલતો રહ્યો.

છુટક છુટક મજુરીનું કામ કરતાં કરતાં ક્યારે એનું શરીર નબળું પડતું ગયું એ પોતે જ જાણી ના શક્યો, પણ છેલ્લા ઘણા દિવસોથી નબળાઈ વર્તાતી હતી. બે ત્રણ દિવસ તો સરકારી ડોક્ટરની દવા લીધી પણ ફરક નહતો અને એણે પ્રાઈવેટ ડોક્ટર પાસે જવાનું વિચાર્યું હતું. તાણી-તુસીને ભેગા કરેલા ત્રણસો રૂપિયા બંડીના ખિસ્સામાં મુકીને આજે એ જવા નીકળ્યો હતો

થાક લાગતો હતો. એ ઉભો રહ્યો, બીડી સળગાવી અને ચાલવા માંડ્યું. જયારે જયારે જયારે એ બીડી સળગાવતો અને બીડીમાંથી નીકળતા ધુમાડા જોતો ત્યારે એને થતું કે એનો થાક પણ ધુમાડા સાથે નીકળી જાય છે.

ચાલતો રહ્યો એ. રસ્તામાં એક યુરોપીયને એને ઉભો રાખ્યો, ધરાર !એ ઉભો રહ્યો બાઘાની જેમ !કદાચ એને ફોટો લેવો હતો એનો.”હાઉ વન્ડરફુલ ડ્રેસ” કહી ફોટો ખેંચી થેંક્યું કહી યુરોપીયને ચાલતી પકડી. શંભુને મજા પડી ગઈ, એનામાં કાંઇક છે ફોટો લેવા જેવું એની અથવા તો પ્રથમ વખત ફોટો પડ્યો એની ! ઘરે જઈને આ ઘટનાનું વર્ણન એ કેવી રીતે કરશે એ મનમાં ગોઠવતો ચાલી નીકળ્યો શંભુ !

દવાખાને એના નસીબે બે ત્રણ જ દર્દીઓ હતા. જલ્દી વારો આવી ગયો.

કાંઇક મુંઝાતો, સંકોચાતો એ ડોક્ટરની કેબીનમાં દાખલ થયો. પ્રાથમિક તપાસ બાદ ડોકટરે કહ્યું “એક્ષ રે લેવો પડશે.” એ જોઈ રહ્યો ડોક્ટરના ચહેરા તરફ.

“ફોટો,ફોટો”ડોકટરે એને સમજણ પાડી .

‘અચ્છા’ અને એને યાદ આવ્યો યુરોપીયન !b”હાઉ વન્ડરફુલ ડ્રેસ”!એ હસ્યો, આ ફોટોમાં ડ્રેસ ના આવે.

બે વાગ્યે જયારે એ બહાર નીકળ્યો ત્યારે ડોકટરના શબ્દો એના મગજમાં ગુંજતા હતા “જુઓ શંભુભાઈ, તમને સમજાય એવી ભાષામાં કહું તો તમારા ફેફસામાં પરુ થઇ ગયું છે. વળી એ વધારે પડતું છે ..વધુમાં વધુ છ મહિના !ફોટો આવું કહે છ.”એને ફરી હસવું આવ્યું ‘ફોટો-યુરોપીયન-એક્ષ રે-પરુ –ડ્રેસ ! એણે બીડી સળગાવી ચાલવા માંડ્યું.


Rate this content
Log in