પહેલો પ્રેમ
પહેલો પ્રેમ
1 min
131
"એરફોર્સ પાઈલોટ કે કોમર્શિયલ ?"કાકા એ પૂછયું.
એ વખતે મને સાચે મન થઈ ગયું આ બધું છોડીને ડિફેન્સ સર્વિસ જોઈન કરવાનું. બાકી ત્યારે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પેલો ટપુસેના ટેંથ પછી સ્ટ્રીમ સિલેક્ટ કરે એ ભાગ ચાલતો હતો એમાં મે ગોલી નાં મોઢે સાંભળેલું કે એ નાનો હતો ત્યારે એને પાઈલોટ બનવું હતું. કેમકે એને દુનિયા ફરવી હતી. તો એ દિવસે આપણે વિચારી લીધું કે આપણે પાઈલોટ જ બનવાના. એ પહેલા પોતાની સ્કૂલનો વિચાર હતો મે તો નામ પણ વિચારી લીધેલું "મારાં સ્વપ્નની આદર્શ શાળા"એ પહેલા તો નાનપણથી જ ટીચર બનવાનું વિચારેલું.
સેવન્થમાં હતી હું ત્યારે. પછી તો હું એ વિચારીને જ ભણી કે આપણે એરફોર્સ જોઈન કરવાના. બટ..
