હું કોઈને પણ ચાહતી નથી
હું કોઈને પણ ચાહતી નથી
મેઘના
મેઘના દેસાઈ.
આજે બુધવાર છે આવતાં બુધવાર એ આ વિશ્વ પર એના અસ્તિત્વને સત્તર વર્ષ પૂરાં થઈ જશે. ધોરણ બાર પૂરું કરી દીધું હવે યુનિવર્સીટીમાં પ્રવેશની રાહ જુએ છે.
આ બધી વાતો સામાન્ય છે પણ જે અજાણી છે એ એ છે, કે એ એવું કહે છે કે, "ભગવાને મને સામાન્ય છોકરી બનવા તો નથી જ મોકલી ! હું એક પરિવર્તનનો આધાર બનીશ. આ સામાજિક બંધનોથી મુક્ત એક નવો ચિલો ચિતરીશ. સત્તર વર્ષ નાં જીવનમાં મે એક પણ સ્ત્રી એવી નથી જોઈ કે જેનું એક સ્ત્રી તરીકે હું સન્માન કરું."
કાજલ ઓઝા વૈદ્યના એક લેખ (મધુરિમા) વાંચ્યું હતું કે જે છોકરીના મગજમાં નાનપણથી જ સમાજના પુરૂષો પ્રત્યે ઝેર રેડવામાં આવે તો એ મોટી થઈને લેસ્બિયન બને તો કંઈ નવાઈ નહિ. ધારી લઈએ કે નરજાતિ તરફ સૂગ કેળવનાર માદા પ્રત્યે આકર્ષિત થાય..પણ જેને સ્ત્રીઓથી પણ નફરત થઈ જાય એ ? એક સ્ત્રી તરીકે તો હું મારી "મા"ને પણ નફરત કરું. ફઈ, કાકી, બા બધાં પણ 'એજ વાડીના મૂળા ' .
એવું કેવાય કે 'સોળે આવે સાન અને વિસે આવે ભાન.' જ્યારે તને ખુદને ભાન નતી ત્યારે મને જણવાની શી જરૂર હતી ?
સુરક્ષા ઉપલબ્ધ નહોતા ? કે પછી જાતિ પરીક્ષણ માટે પૈસા નહોતા ? મારા ચાર વર્ષ પછી જો મારી બહેન હોત તો તું મારી જ નાખત. 110% પણ ભાઈ હતો એટલે તે વધાવી લીધો ને ? 2008 માં પાંચ હજાર થયાં હતાં ને અને કાકીને પચાસ હજાર થયાં હમણાં 2020 માં. બસ એક શૂન્યનો જ ફરક લાગશે ને તને આમાં ના ફરક શૂન્યનોનો નહિ, ફરક પ્રથમ ગર્ભાવસ્થા અને બીજી ગર્ભાવસ્થાનો છે.
બાકી કાકી એ પણ પેહલા ખોળાની દિકરી ને બક્ષી દિધી નહિ ? આવાં તો સેંકડો પ્રશ્નો છે જવાબ છે તારી પાસે ?
ના. નહી હોય અને આવાં છીછરાં લોકોની અપેક્ષા સ્વીકારવી પડે એટલી ખરાબ પરિસ્થિતિ આવી નથી મારી. તને કેહવાનું ના કોઈ કારણ છે મારી પાસે ના કોઈ મતલબ. હું તો મારી એ બેનને કેવા માંગુ છું કે તારી દુનિયા જોવી હતી ? પણ આ દુનિયામાં જોવા જેવું કંઈ નથી. તું "S" શીખીશ એ પેહલા જાતિય સતામણીનો ભોગ બની ચૂકી હોઈશ. અને મારી બહેન આ કોઈ કલ્પનાની વાતો નથી તારી મોટી બહેનના અનુભવો છે.
તું સહારો છે મારા દિલનો, એક કિનારો છે મારા મનનો. જેને આ સ્વચ્છંદતાનાં મોજાં અથડવાવાના છે.
કદાચ 3 વર્ષ ની હતી હું. મને ઝાંખો પણ યાદ છે એવો કદાચ એ પેહલો પ્રસંગ હશે. રેવા દે આજથી નહિ, સાંભળ અઠવાડિયા પછી આધારમાં વર્ષમાં બેસીસ હું, પછી આખું વર્ષ આપણે બે વાતો કરીશું, દર બુધવારે. 52 પ્રસંગો કદાચ તને સંતુષ્કટરી દે આ દુનિયામાં ના આવવા માટે !
