STORYMIRROR

Hardik Pandya

Others

2  

Hardik Pandya

Others

નવસર્જન

નવસર્જન

1 min
14.6K


શિવાની, આધુનિક વિચારસરણી ધરાવતી સ્ત્રી. દીકરા આરવને સાચવવા પણ આયા રાખેલી.

આરવ હમણાંથી ચૂપચાપ રહેતો હતો. શિવાની કહે, "આપણો આરવ કેટલો શાંત અને ડાહ્યો થઇ ગયો છે? નહિ?" એને ક્યાં ખબર હતી આરવનાં અંતરમાં ચાલતાં વેદનાયુક્ત વાવાઝોડાંની?

યકાયક શિવાનીને આરવની નોટબુક મળી. એ નોટબુકનાં એકેએક શબ્દોએ તેનું હૃદય વીંધી નાખ્યું. તેણે સંજયને નોટબુક બતાવી. સંજય અને શિવાની રાત્રે આરવ પાસે ગયા અને નોટબુક આરવ સામે મુકી.

આરવની આંખો સજળ બની. આધુનિકરણથી ભરેલી શિવાની દીકરાની વ્યથા સાંભળી વ્યથિત થઇ ગઇ. દીકરાને છાતીસરસો ચાંપી વ્હાલ કરવા લાગી. જાણે માતૃત્વ ભાવનું નવસર્જન થયું.

અને બીજા દિવસે સવારે...


Rate this content
Log in