STORYMIRROR

Hardik Pandya

Others

2  

Hardik Pandya

Others

સાચી મિત્ર

સાચી મિત્ર

1 min
2.8K


કાલે મારે ડાયાલિસીસ ચાલુ થયે ૧૦ વર્ષ પુરા થયા એ નિમિત્તે કાલે એક સમારોહ યોજાયો હતો. સમારોહ ખુબ જ સરસ રહ્યો. આ સમારોહે મારામાં જાણે એક નવી ઊર્જા ભરી દીધી. ઉત્સાહ સભર મારા મનની વાત કરવાનું મન થયું. મેં હેલી ને મૅસેજ કર્યો અને લખ્યું," હાઈ કેમ છે.? તને મારા મનની વાત કરવી છે. હું તને મારી સાચી મિત્ર ગણું છું. મારે મન સાચો મિત્ર એટલે જે સુખદુઃખ માં સાથે રહે, ખોટું કરતાં અટકાવે, અને આપણા જીવનની ખુલ્લી પુસ્તક હોય એ સાચો મિત્ર. અને મને લાગે છેકે તું મારો દરેક સુખદુઃખમાં મારો સાથ આપીશ, મારી મૂંઝવણ દૂર કરીશ, અને હું પણ તારી સાથે મારા જીવનની બધી વાત કરી શકીશ. 

          આમ તો મેં એવું કાંઈ કહ્યું નથી પણ છતાં ન ગમે તો મૅસેજ ડીલીટ કરી દેજે પણ વાત કરવાનુ બંધ ન કરતી" બસ અને મેં મૅસેજ મોકલી દીધો. પણ જવાબ ન આવ્યો. ને ફરીવાર મળ્યા ત્યારે એનું વર્તન રોજ જેવું જ હતું. મને આનંદ અને સંતોષની અનૂભુતી થઇ. એને ન ગમ્યું છતાં રોજીંદુ વર્તન હોય તો સંતોષ અને ગમ્યું હોય તો આનંદ  અને પ્રભુ ને આવી મિત્ર આપવા ધન્યવાદ.


સામગ્રીને રેટ આપો
લોગિન