STORYMIRROR

Hardik Pandya

Others

2  

Hardik Pandya

Others

લેડીઝ વેર

લેડીઝ વેર

1 min
14.7K


મિની વેકેશન ગાળવા રીસોર્ટમાં પહોંચેલાં વંશ, વિકી, નીતા અને શક્તિ. વિકી અને શક્તિએ વંશ સાથે કંઈક ફિલ્મી અંદાજમાં મજાક કરવાનું વિચાર્યું અને તેની સાથે શરત લગાવી. અને કહ્યું ટાસ્ક પુરું કરવાનું, નહીં તો લેડીઝ વેરમાં પૂરા એક કલાક સુધી ફરવું પડશે. પાછું ટાસ્ક પુરું ન કરી શકે એની તકેદારી પણ રાખી. શરત મુજબ વંશને લેડીઝ વેર પહેરવું પડ્યું. પણ આટલું પૂરતું ન હતું તો વિકી અને શક્તિએ વંશનો વીડિયો પણ બનાવ્યો અને વીડિયો વાઇરલ કરી દીધો.

                    

પરિણામ સ્વરૂપ વંશ કોલેજમાંથી નિષ્કાસિત થયો. મમ્મી-પપ્પાએ પણ સફાઇની તક ન આપી. વંશ પ્રેમિકા નીતા પાસે ગયો. એને એમ કે કોઇ ભલે ન સમજે, પણ નીતા તો સમજશે જ. પણ વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો... નીતા પણ હવે તેને નફરત કરવા લાગી હતી.

 

આ આઘાત તેને માટે અસહ્ય હતો. અને હવે તે ઘરનાં ધાબાની પાળી પર ચઢીને ઊભો... ઝંપલાવવાની તૈયારીમાં હતો ને પાછળથી બૂમ પડી. "વંશ...". પાછળ ફરી જોયું તો નીતા સજળ આંખોએ તેની તરફ આવી રહી હતી. વંશ ઝટકા સાથે ધાબાની પાળી પરથી ઊતરી નીતા તરફ દોડ્યો. બંને એકદમ નજીક આવી ગયા. ક્ષણભર તો આંખોમાં આંખ પરોવી ઊભા રહ્યાં અને અચાનક નીતા વંશને ભેટી પડી. "મને માફ કરજે વંશ, મેં તારા પર વિશ્વાસ ન કર્યો."

 

 

 

 

 


Rate this content
Log in