નિઃસ્વાર્થ ભાવના
નિઃસ્વાર્થ ભાવના
દિવાળીના ત્રણ દિવસ પહેલા સુશીલ અને તેની મમ્મી બેંકમાંથી પૈસા ઉપાડી ઘરે જઈ રહ્યા હતાં.
સુશીલ સાથે ભણતા ભરતની રોડ કાંઠે આવેલી ઝૂંપડી પાસે ચાલતા ચાલતા પહોંચ્યા હતાં, ત્યાં ભરતનો અવાજ ઝૂંપડીમાંથી સંભળાયો, મા તું મને કહેતી ને કે તું વાંચવામાં ધ્યાન દે પરીક્ષા પૂરી થશે પછી સાઈકલ લઈ આપીશ સાઈકલ તો તમે ના લઈ આપી, હવે દિવાળીના પણ ત્રણ દિ આડા છે, ફટાકડા તો લઈ આપો !
ભરત ૨ડતો રડતો વાત કરી રહ્યો હતો, આંસુ છેક હોઠ સુધી પહોંચી ગયા હતા. તેની માએ છાનો રાખતા કહ્યું, બેટા તારા બાપનો પગ ભાંગી ગયો એટલે કામે જઈ શકતા નથી, ઘરમાં જે પૈસા હતા તે બધા જ દવાખાનામાં વપરાઈ ગયા, હવે ખાવાનાય ફાફા છે. હાલ હું થોળા છાણા વેચીને તારા માટે થોડા ફટાકડા લઈ આવીશ.
સુશીલ અને તેની મમ્મી આ વાત સાંભળી રહ્યા હતા.
સુશીલ બોલ્યો મમ્મી હું દિવાળીના દિવસે મામાનાઘરે ના જઉં અને ભરતની સાથે દિવાળીની ઉજવણી કરુ તો કેવું રહેશે ?
