Pratik Kikani

Comedy Drama Others

4.9  

Pratik Kikani

Comedy Drama Others

નારાયણ નારાયણ- એક નારદ સ્વપ્ન

નારાયણ નારાયણ- એક નારદ સ્વપ્ન

2 mins
1.0K


કાળ નો ટહુકો થયો,

ને સહુ પ્રસંગો યાદ આવ્યા,

કેમ જાણે શીદને

મુનીશ્વર નારદને હર્ષના આંસુ આવ્યા.

 

આ વાર્તા છે એ રાતની,

"નારાયણ નારાયણ" એવા સાદની,

સપનું હતું કે હકીકત એ યાદ નથી,

જશ ગાથા છે, કોઈ ફરિયાદ નથી.

 

નારદ વદે છે વાર્તા,

જેનું શીર્ષક પણ છે નારાયણ,

આખી વાર્તામાં શક્ય એટલી વાર,

જપે છે એ "નારાયણ નારાયણ"

 

ભરાયો છે દરબાર ભગવંત અને ભક્તનો,

ચર્ચાઈ રહ્યો છે મુદ્દો સર્વશ્રેષ્ઠ અને મહાનતાનો,

માનવ અધીરો થયો છે,

લેવા ફળ રૂપી બદલો પોતાની ભક્તિનો,

ભગવાન રજુ કરે છે નિયમ સમુળગા સંસારનો.

 

માનવ મશગુલ થયો છે પ્રસ્તુત કરવા,

ખોટા કારણ પોતાની મહાનતાના,

ભગવાન હશમુખા કરે છે માત્ર એક દલીલ,

કરાવવા દર્શન પોતાની દિવ્યતાના.

 

માનવી કહે છે કે ગોળ ચક્ર મેં બનાવ્યું,

ભગવાન મનમાં બોલે છે કે,

જીવનરૂપી ચક્ર મેં બનાવ્યું.

 

માનવી કહે છે કે,

વિશાળ ગગનચુંબી ઇમારતો મેં બનાવી,

ભગવાન મનમાં બોલે છે કે,

આકાશગંગા મેં બનાવી.

 

માનવી કહે છે કે,

અત્યાધુનિક વાહનો મેં બનાવ્યા,

ભગવાન મનમાં બોલે છે કે,

વાહન હંકારવાનું ઇંધણ અને દિશા મેં આપી.

 

માનવી કહે છે કે અગણિત કાર્યો પળવારમાં કરી શકે,

એવું કોમ્પ્યુટર મેં બનાવ્યું,

ભગવાન મનમાં બોલે છે કે,

માનવ રૂપી કોમ્પ્યુટર એ તો મારી ઉપજ.

 

માનવી કહે છે કે,

લાંબા લાંબા પુલ-બ્રિજ મેં બનાવ્યા,

ભગવાન મનમાં બોલે છે કે,

પુલ નીચેની નદી મેં બનાવી.

 

માનવી કહે છે કે, અગ્નિની શોધ મેં કરી,

ભગવાન મનમાં બોલે છે કે,

અગ્નિ એ તો મારું જ સ્વરૂપ.

 

માનવી હવે મૂંઝાય છે,

કેમકે એની રજુઆત જાય છે ખૂટતી,

ભગવાન તો હજુ ઈચ્છે છે વધારે ચર્ચા,

કરવા કસોટી ભક્તની.

 

માનવી છેલ્લે ઉગામે છે,

આખરી હથિયાર પોતાની બુદ્ધિથી,

ભગવાનને એમ કાંઈ જીતી શકાય,

મનથી પણ વગર હૃદયથી?

 

માનવી કહે છે કે,

તમારી મૂર્તિ મેં બનાવી,

ભગવાનથી હવે નથી રહેવાતું,

બોલે છે કે તારું મગજ મેં બનાવ્યું.

 

માનવીને હવે સમજાઈ જાય છે ભગવાનની માયા,

તે અનુભવી લે છે સંસારની સઘળી કાયા.

 

હવે માનવી કબૂલે છે ભૂલ પોતાની,

નતમસ્તકે હાથ જોડી કહે છે કે,

ભગવાન મેં તમને બહુ બનાવ્યા,

ભગવાન ખડખડાટ હસતા બોલે છે કે,

મેં તમને બનાવ્યા ત્યારે ને!

 

નારદજીના મુખે ઉચ્ચારેલું,

ભગવાનના હાસ્યનું આ દિવ્ય સ્વરૂપ,

નારદજીનું અદ્રશ્ય થવા લાગ્યું નટખટ રૂપ,

 

પણ જતા-જતા મુનીશ્વર સમજાવી ગયા,

ટૂંકમાં આખી ચર્ચાનો મર્મ,

સવાલ એ નથી કોણ મહાન,

કોની નજરથી જોવાય એમાં સમાયો સાચો જવાબ.

 

કેમ કે

ભક્ત માટે ભગવાન મહાન છે,

જયારે ભગવાન માટે છે ભક્ત,

આજ ભક્તિ માર્ગ બનાવે છે,

એક બીજા ને શશક્ત.

 

. . . નારાયણ નારાયણ . . .


Rate this content
Log in

Similar gujarati story from Comedy