મૂર્ખ દુકાનદાર અને ચોર
મૂર્ખ દુકાનદાર અને ચોર
એક મોટુ અને સુંદર મજાનું ગામ હતું તે ગામમાં એક દુકાનદાર રહેતો હતો અને એક ચોર રહેતો હતો અને દુકાનદાર પોતાની દુકાન બંધ કરી અને રોજ સાંજે પોતાના ઘરે જતો અને પેલો ચોર પોતાના ઘરેથી ખેતર તરફ જતો હતો.
એક દિવસ દુકાનદારે ચોરને પૂછ્યું કે ભાઈ અમે રોજ સાંજે ઘેર જઈએ અને તમે ઘરેથી સીમ તરફ કેમ જાવ છો એટલે ચોરે કીધું કે હું તો ચોરી કરવા જાઉં છું એટલે દુકાનદારે કીધું મારે પણ આવું છે ચોર કે સારું ચાલો મારી સાથે હું કહું તેમ કરવાનું.
અને તે દુકાનદાર પેલા ચોરની સાથે જાય છે અને એક ઘેટા બકરાના વાડા પાસે જઈને ચોર દુકાનદારને કહે છે કે હું અંદર વાડામાં જાઉં છું અને તું બહાર ઊભો રહેજે તેવામાં દુકાનદારને ચોરે કીધું તેમ કરવાનું રહ્યું અને ચોર એક બકરો વાડાની બહાર ફેકે છે અને બહાર ઊભેલો દુકાનદાર તે બકરાને પાછું વાડામાં ફેકે છે તેમ કરતાં-કરતાં ઘેટા બકરાનો માલિક જાગી જાય છે અને ચોરવાળાની બહાર કૂદી ન પડે છે અને પેલો દુકાનદારવાળાની અંદર કૂદીને પડે છે અને ઘેટા બકરાનો માલિક તે દુકાનદારને લાકડી વડે મારે છે અને ચોર ત્યાંથી ભાગી જાય છે.
