STORYMIRROR

Hiren Gajjar

Others

4  

Hiren Gajjar

Others

મીરા એક પ્રેમ વિજોગણ - ૧

મીરા એક પ્રેમ વિજોગણ - ૧

2 mins
295

જીવનમાં ઘણી રમતો એવી હોય છે. જેમાં આપણે ખેલાડીઓ નથી. છતાં તો પણ આપણે તે રમત રમવી પડે છે અને કદાચ જીતવી પણ પડે છે

આ વાર્તા પણ આવી છે. શ્યામ અને મીરાની.

 શ્યામ જે તેની કોલેજ મેનેજમેન્ટની ડિગ્રીના છેલ્લા વર્ષમાં હતો. તેણે હમણાં જ તેનું છેલ્લું વર્ષ પૂરું કરવાનું હતું અને શક્ય તેટલી વહેલી તકે પોતાના માટે નોકરી શોધવાની હતી.

મીરા જે તેની જુનિયર હતી. જેની કોલેજ શ્યામ ના કોલેજ પૂરી થયા ના એક વર્ષ પછી પૂરી થવાની હતી. ઘણા વર્ષોથી મિત્રતાથી પણ આગળ વધી ગયેલી તેમની મિત્રતા હવે પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી.

તે લોકોને આ વાતનો ખ્યાલ પણ ન હતો. પણ એકબીજા સાથે વાત કર્યા વગર તેમને એક દિવસ પણ એક વર્ષ જેવું લાગતું હતું.

મીરા એક ખુબજ સમૃદ્ધ પરિવારની પુત્રી હતી. તેની પાસે બધુજ હતું, જે દરેક આ દુનિયાની વ્યક્તિ ઈચ્છે છે. મોટું ઘર, મોટી મોટી કાર, બઁક બેલેન્સ નોકર ચાકર, હાઇ પ્રોફાઇલ જીવન બધું જ. 

પણ કહેવાય છે કે પ્રેમ હંમેશા આંધળો હોય છે. આ રીતે શ્યામ જે નીચલા અને મધ્યમ વર્ગ પરિવાર જેવું જીવન ધરાવે છે.

ભણવામાં પણ કંઈ ખાસ નહોતું, કે તે તેના પર કોઈ મોટી કંપનીમાં નોકરી લઈ શકે. અને કરોડો પેકેજો મેળવી સુખી અને ભોગ વિલાસનું જીવન ભોગવે.

પરંતુ માણસના ભાગ્યમાં ઘણી પ્રતિભા છે. તેની પાસે તેની વાર્તાઓ, તેની કવિતા અને તેના શબ્દો હતા.

જે કોઈ પણ મનુષ્યના હૃદયની નજીક પહોંચતો હતો. પુરી કોલેજ શ્યામને તેના શાયરપણા (શાયર) ના નામથી ઓળખતી હતી. કોલેજ કાળ દરમિયાન એવું કોઈ ફંકશન નહોતું જેમાં શ્યામે પર્ફોર્મન્સ ન આપ્યું હોય. 

શ્યામના મગજમાં એકજ હતું કે તેના દ્વારા લખવામાં આવેલી કવિતા એક પુસ્તકના રૂપમાં પ્રસિદ્ધ થવી જોઇએ. પરંતુ તે થઈ શક્યું નહીં. સમય પોતે જ ખૂબ શક્તિશાળી છે. કોલેજના હીરો અને કવિ શ્યામ માટે કોલેજની ડિગ્રી પૂરી કરવાનો સમય આવી ગયો હતો. મીરા ને હજુ એક વર્ષ ભણવાનું હતું. તે દિવસની વાત છે, જ્યારે બીજા દિવસે સવારે પહેલી બસ લઈને શ્યામને તેના ગામ કાશીપૂર જવાનું હતું. શ્યામની કોલેજના છેલ્લા દિવસે બંનેએ ઘણી વાતો કરી. બંનેએ પોતાના હૃદયમાં પ્રથમ કવિતા અને પહેલો પ્રેમ સમાવી લીધો હતો. છેવટે બંને નક્કી કરે છે કે, મીરા ની કોલેજ પૂરી થયા બાદ તેઓ માતા -પિતા સાથે આ સંબંધ વિશે વાત કરશે. બંને એકબીજાને આ વિશે સલાહ આપે છે. 

તેમને આ રીતે અલગ થવાનું દુ: ખ ક્યારેય સહન ન કરવું પડે, તે તેમને ખબર પણ નહતી.

બીજો દિવસ સવારનો સમય છે. મીરા શ્યામને પોતાના એક્ટિવા પર બસ સ્ટોપ ઉતારવા જાય છે. છેલ્લી વખત વાત કર્યા બાદ શ્યામ પોતાના ગામ કાશીપૂર માટે રવાના થયો. કાશીપૂર ના શ્યામ જે કોલેજની ડિગ્રી મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા. કાશીપૂરના લોકો પોતાના પર ગર્વ અનુભવવા લાગ્યા હતા. કે આપણી પાસે એક શિક્ષિત વ્યક્તિ છે. શ્યામના માતાપિતાને તે ગામના લોકોમાં માન મળતું. શ્યામના પિતાની તે ગામમાં નાની એવી દુકાન હતી. દુકાનના ધંધામાંથી દરેકનું જીવન ચાલતું હતું. ગામના લોકો વિચારતા હતા કે શ્યામે હવે કાશીપૂર ગામ માટે કંઈક કરવું જોઈએ અને ગામના બાળકો માટે પણ કંઈક કરવું જોઈએ. આ રીતે શ્યામને પોતાના કાશીપૂર ગામમાં જોત જોતામાં એક વર્ષ જેવું પસાર થાય છે. અને અચાનક એક દિવસ મીરાનો ફોન રાત્રે અગિયાર વાગ્યે આવે છે. અને સામે ના છેડેથી અવાજ આવે છે હેલ્લો કોણ શ્યામ ?

ક્રમશ:


Rate this content
Log in