STORYMIRROR

Irfan Juneja

Others Romance

3  

Irfan Juneja

Others Romance

હમ તુમ્હારે હૈ સનમ - ૧

હમ તુમ્હારે હૈ સનમ - ૧

5 mins
29.7K


આ દુનિયામાં સૌથી બુદ્ધિજીવી પ્રાણી મનુષ્યને માનવામાં આવે છે. પણ શું મનુષ્ય સાચે બુદ્ધિશાળી છે ખરો ? સવારે ક્યારેક ગામના પાદરે જાઓ તો ખ્યાલ આવે કે ઘેંટા પણ ચરવા માટે કતારમાં જતા હોય છે જયારે કેટલાક શહેરોમાં ટ્રાફિકના નિયમો હોવા છતાં લોકો રસ્તા પર આડેધડ જતા હોય છે. તો હવે તમેં જ કહો આમાં બુદ્ધિજીવી કોણ ? મનુષ્ય કે પશુ ? ચાલો આ વિષે વધુ ન વાત કરતા મનુષ્ય ને બુદ્ધિજીવી માની લઈએ કેમ કે આપણે પણ આખરે એક મનુષ્ય જ છીયે. બસ થોડા શિસ્ત અને વિવેકની જરૂર છે.

આજે હું મારા જીવનના આ બુદ્ધિજીવી વર્ગમાં થયેલા અનુભવો દ્વારા માણસની મનોવૃત્તિ, વર્તણુકને દર્શાવવાની કોશિસ કરીશ. આ વાર્તામાં દરેક પાત્રો કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે મારો નિજી સંબંધ નથી.

*****

શાળાના વર્ગખંડમાં બેઠેલી સખીઓ અંતાક્ષરી રમી રહી છે. વર્ગની વિદ્યાર્થીનીઓ બે ગ્રુપમાં વિભાજીત થઇ એકબીજાને ગીતના છેલ્લા અક્ષર પણ ગીત ગાવાની ચેલેન્જ આપી રહી છે. એટલામાં જ વર્ગ શિક્ષક વર્ગમાં પ્રવેશે છે. બધી જ વિદ્યાર્થીનીઓની હાજરી ભરી આજે એ એક કાવ્ય ભણાવવાની શરૂઆત કરે છે. રાધા કૃષ્ણના પ્રેમ પરનું આ કાવ્ય "આપણે એક છીયે" ને સુંદર અક્ષરો વડે બ્લેક બોર્ડ પર ઉતારે છે. આ કાવ્યની એક એક પંક્તિઓમાં એટલો પ્રેમ છુપાયેલો છે કે જે પણ આને સમજે એ પ્રેમના એક એહસાસ ને સમજે. વર્ગની ત્રીજી પાટલી પર બેઠેલી બે વિદ્યાર્થીનીઓ આયત અને સારા પણ શિક્ષક તરફ ધ્યાન આપીને સમજવાની કોશિસ કરે છે. આયત તો આ કાવ્યમાં જાણે લિન થઇ ગઈ હોય એમ જ એકીટશે એ દરેક પંક્તિને સાંભળે છે. જયારે સારાને એટલી રુચિ ન હોવાથી તે ફક્ત તાસ પૂરો થવાની રાહ જુએ છે. આયત જાણે કાવ્યનું એક પાત્ર બની ગઈ હોય એમ મગ્ન હતી. સારા એની સામે જોઈ ને આશ્ચર્ય પામે છે કે આયાત આજે ભણવામાં આટલી લિન કેમની થઇ ગઈ. તાસ પૂરો થતા જ સારા આયતનો હાથ હલાવીને એને મગ્નતામાંથી બહાર લાવવાનો પ્રયાસ કરે છે. આયત તો જાણે કોઈ જ અલગ જ દુનિયામાંથી પછી ફરી હોય એવું વર્તન કરે છે.

"ઓય આયત... ક્યાં ખોવાઈ ગઈ હતી ? આજે તો મન પરોવીને ભણી રહી હતી... શું વાત છે હે... હે... હે..." સારા આયતને ચિડાવતા બોલી.

"અરે કઈ નઈ.... સારા.... હું તો બસ એમ જ.... " આયત થોડું શરમાતા બોલી.

"ચાલ જૂઠી... મારી સામે ખોટું બોલે છે. હું તને બાળપણથી ઓળખું છું. તારી આંખો જોઈને કહી સકુ કે તારા મનમાં શું ચાલે છે..."

"એવું એમ...? સાચે....? તો ચાલ કે મારી આંખોથી તને શું લાગ્યું ? શું ચાલતું હશે મનમાં...?"

"જયારે શિક્ષક એ એક એક પંક્તિનું વર્ણન કરતા હતા ત્યારે મારુ ધ્યાન તારા ચહેરા તરફ જ હતું. તું એ દરેક પંક્તિને મહેસુસ કરી રહી હતી. જાણે તું એને તારા જીવન સાથે જોડી રહી હોય એવું અનુભવાતું હતું..."

"ના... ના... એવું કઈ નથી હા..." જયારે પેહલી મુલાકાતમાં છોકરી છોકરાથી શરમાયને એમ આયત શરમાતા બોલી.

"અરમાનને મિસ કરે છે ને ? કાવ્ય દરમિયાન તું પોતાને અને અરમાનને એ પાત્રોમાં માણી રહી હતી ને... સાચું ને..?" સારા ફટાક થી મુદ્દા પર આવી.

"હા સારા...! તું તો મારી બાળપણની સખી છે. તારાથી વધુ મને કોણ સમજી સકવાનું. હા એ કાવ્યમાં હું અને અરમાન જ હતા. મારી એ વિચારોની દુનિયામાં હું એની સાથે હતી. તને તો ખબર જ છે કે અરમાન સાથે બાળપણમાં જ મારા સગપણ થઇ ગયા છે. તો હવે તો એ જ મારુ સર્વસ્વ છે."

"તને શું લાગે છે આયત, આ જમાનામાં બાળપણના સગપણ ચાલે છે ? શું અરમાનને તું યાદ હોઈશ?"

"એવું ના બોલ સારા... મેં તો એને મારુ સર્વસ્વ માની લીધું છે. હું એની થઇ ચુકી છું. એ પણ મને ક્યારેક યાદ કરતો હશે. મને ખુદા પર ભરોસો છે."

"આયત...! ખુદા કરે તું કે એવું જ હોય. આજે મેં તારી આંખોમાં અરમાન માટે જે પ્રેમ જોયો છે એ ભાગ્યે જ જોવા મળે છે."

"સારા...! સાચું કહું તો મેં પણ એને દસ વર્ષથી જોયો નથી. સગપણ નક્કી થયા પછી એ હવે કેવો દેખાતો હસે ? એનો સ્વભાવ કેવો હશે...? એતો હાલ મારી કલ્પનાઓ માં જ છે. ખબર નઈ ક્યારે એ દિવસ આવશે ત્યારે હું એને રુબરુ મળી શકીશ."

"અરે આયત.... તું શું કામ ને ખોટી ચિંતા કરે છે. તારા માસીનો દીકરો તો છે. માસીને ત્યાં રજાઓ માં જજે અને મળી આવજે. જો એવો મોકો ન મળે તો કોઈ ને કોઈ સંબંધી ના લગ્નમાં મળી લેજે."

"હા સારા.. છે તો માસીનો દીકરો પણ... અમ્મીજાન ને અબ્બુજાન જયારે પણ એની ઘરે રાજકોટ જાય છે એકલા જ જાય છે. મારી જીબ નથી ઉપડતી કેહતા કે મારે આવવું છે."

"હમમમ.... આયત તું હવે ચિંતા કરવાનું બંધ કર. મને વિશ્વાસ છે કે અરમાન તને પણ ખુબ પ્રેમ કરતો હશે અને નહિ પણ કરતો હોય તો તને જોઈને કરી બેસશે. મારી દોસ્ત આયત કોઈ અપ્સરાથી કમ થોડી છે..."

"ચાલ સારા...! બધા શાળામાંથી હવે તો ઘરે પણ પહોંચી ગયા. આપણે પણ જઇયે. જો હજી થોડું મોડું થયું તો અમ્મીજાન મારી ક્લાસ લઇ લેશે. ક્યાં હતી અત્યાર સુધી...? ઘરે આવવાની ખબર નથી પડતી?... વગેરે વગેરે..."

"હા... હા.... હા...... સાચી વાત ચાલ આયત કાલે મળીશું. ફરી આ ચર્ચાને આગળ વધારીશું. ખુદા હાફિઝ...."

"ખુદા હાફિઝ સારા... સંભાળી ને જજે."

સારા અને આયત બંને ઘરે પાછા ફરે છે. આયત હજી પણ એ જ કાવ્યની પંક્તિઓમાં ખોવાઈયેલી હોય છે. મનમાં વિચારોના વંટોળો હજીયે શાંત થવાનું નામ નથી લેતા. ઘરે પહોંચી આયત ફ્રેશ થઇ યુનિફોર્મ ચેન્જ કરી ને કિચનમાં પ્રવેશે છે. આયતના મમ્મી ત્યાં જ ગુસ્સાવાળા ચહેરા સાથે ઉભા હોય છે. આયત હંમેશની જેમ મન પર લીધા વગર "અસ્સલામું અલયકુમ અમ્મીજાન... " કહી ને પોતાના કિચનના કામને શરુ કરે છે...

ક્રમશ:...


Rate this content
Log in