હકદાર
હકદાર
1 min
173
શરાબના નશામાં ચકચૂર પોતે અડધી રાત્રે પત્નીને જાણે હેવાન થઈ વાસનાની ભૂખ મિટાવી તૃપ્ત થઈ પડ્યો રહેતો ને બિચારી પત્ની મધમધતા સુગંધી લાલ ગુલાબનો ગુલદસ્તો જોઈ રડતી વલોવાતી એટલું જ કહી શકતી, "મારી પથારીની નહિ કબરની હકદાર છે તારી પાંખડીઓ"
બીજી સવારે એના લટકતા દેહને નીચે ઉતારી એ પુષ્પ અર્પણ કરવા ગયો ત્યાંજ પવનની લહેરખી આવી અને ખુશ્બુ લઈ ગઈ.
