STORYMIRROR

Dasharath Patel

Others Classics Romance

2  

Dasharath Patel

Others Classics Romance

એક તરફી પ્રેમ કે સાચો પ્રેમ

એક તરફી પ્રેમ કે સાચો પ્રેમ

7 mins
3.7K


સાગર જે સરળ અને શાંત મગજનો માણસ હતો આજે એના ભાઈ વિનયની સગાઈનો દીવસ એટલે સાગરને ખુશી તો અપાર હતી ! 

પણ એ ક્યાં ખબર હતી કે આ દિવસ સાગરની જિંદગીનો બહુ મોટા ઉલટફેર લઈને આવ્યો હતો...

તો સગાઈનો સમય થઈ ગયો હતો સાગરના ભાભીની એન્ટ્રી થઈ સાથે સાથે એક સુંદર છોકરી હતી કે એને શબ્દોથી વર્ણવી પણ મુશ્કેલ હતી.

તેજતરાર આંખો, ખુલ્લાં વાળ.. આંખોમાં કરેલ આંજણ. એનું પોતાનું કુદરતી સૌંદર્ય જ એટલું હતું કે એને મેકઅપ કરવાની જરુર જ ના હતી. બ્લેક કલરનું સ્લીવલેસ ટોપ એકદમ ચપોચપ જીન્સ અને કાનમાં લાંબા એરિંગ... જે સાગરના ભાભીની ખાસ ફ્રેન્ડ હતી, જેનું નામ દિવ્યા હતું. 

આ જોઈને જ સાગરના દીલના ધબકારા વધી ગયાં હતાં.

પછી તો બસ સાગર એની સાથે વાત કરવા મોકાની તલાશ કરતો રહ્યો. સગાઈ પુરી થયા પછી સાગર એની ભાભી સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો સાથે સાથે દિવ્યા પણ વચમાં ક્યારેક ક્યારેક હળવા સ્મિત સાથે બોલી રહી હતી.. દિવ્યાનો મધુર અવાજ અને બોલવાની આગવી સ્ટાઈલ અને હળવું સ્મિત સાગરના દીલમાં ઘર કરી રહ્યુ હતું. પછી છુટ્ટા પડવાનો સમય થઈ ગયો હતો પણ આટલા સમયમાં દિવ્યા સાગરના મનમાં અને દિલમાં ઘણુ બધું ઉથલપાથલ કરી ગઈ હતી...

પછી તો સાગરને દિવ્યાને મળવા માટે વિનયના લગ્ન સુધી થોભવું સંભવ ન હતું..લગ્નનો સમય બહુ દુર ન હતો સગાઈ પછીના અઠ્ઠાવીસમા દિવસે લગ્ન હતા. એ અઠ્ઠાવીસ દિવસ તો સાગર દિવ્યાની યાદ અને ખયાલોમાં ખોવાયેલો રહેતો.

લગ્નનો સમય આવી ગયો હતો...

સગાઈ કરતાં પણ લગ્નમાં મજાક મસ્તી વધુ થઈ અને ધણી વખત દિવ્યા સાથે સાગરને ફેસ ટુ ફેસ વાત થઈ. લગ્ન પુરા થતાં થતાં સાગરને દિવ્યા સાથે જે થવાનું હતું તે થઈ જ ગયું હતું પણ સાગરને એ ખબરના હતી કે દિવ્યા એના વિશે શું વિચારે છે...

લગ્ન પુરા થયા પછી પણ ટુંકા ગાળામાં સાગર અને દિવ્યાને ત્રણથી ચાર વખત મળવાનું થયું. એ મુલાકાતોમાં સાગરને પ્રેમ થઈ ગયો હતો એવી જ રીતે દિવ્યાને પણ પ્રેમ થઈ ગયો હોય એવું સાગરને લાગતું પણ સો ટકા સ્યોર ન હતો!

બસ હવે એની યાદમાં સાગરના દિવસ ગુજરી રહ્યા હતાં. હવે સાગર વિચારી રહ્યો હતો કે મોકો જોઈને દિવ્યાને પ્રપોઝ કરી લઉં પણ એ દૂર હોવાને કારણે સમયની જરૂર હતી હું એટલે સાગર એ સમયની રાહ જોઈ રહ્યો હતો..

સાગરને વાત મળે છે કે દિવ્યાની સગાઈની ચર્ચાઓ ચાલે છે એટલે સાગરની પણ ધીરજ ખુટી રહી હતી એટલે સાગરે ફોન કરી પ્રપોઝ કરવાનું મન બનાવી લીધું પણ...

બન્યું એવું કે સાગરની સગાઈની વાત દિવ્યા સાથે એના ભાભીએ ચલાવાનું કહ્યું એટલે સાગર ખુશ થઈ ગયો. એ વાતમાં સાગરે લગ્નથી લઈ છેલ્લા શ્વાસ સુધીના સપના જોઈ લીધા અને ફોન પર પ્રપોઝ કરવાનુ ટાળ્યું. બે ત્રણ દિવસ રાહ જોયા પછી પણ.

સાગરના બંધનની વાત ત્યાં સુધી પહોંચે એ પહેલા દિવ્યાની બીજી જગ્યાએ વાત થઈ ગઈ હતી. હવે સાગર એ રાહ જોઈ રહ્યો હતો કે દિવ્યાના ઘરનું એ વાતને લઈ શું ડીસીઝન આવે છે...

સાગરના મનમાં થોડી ખુશી હતી પણ એનાથી ડબલ એ ચિંતા હતી કે દિવ્યાના ઘરનું પેલી વાતને લઈ શું ડીસીઝન આવશે. ક્યારેક મનમાં એવા વિચાર કરતો કે ફોન કરી પ્રપોઝ કરી લીધું હોત સારુ હતું પણ "ના" એવું કહી મનને પાછુ વાળી લેતો.

બન્યું એવું જેનો સાગરને ડર હતો.. જાણે સાગરની માથે આભ ફાટી પડ્યું હોય. સાગર એની આખમાંથી આંસુ ના રોકી શક્યો. બસ એ જ ઘડીએ સાગરે મરવાનો નિર્ણય લઈ લીધો હતો. સાગરને લાગતું કે હું દીવ્યા વગર નહીં જીવી શકું...

ત્યારે સાગરને ઘણા વિચારો આવ્યા. જિંદગી તો આડી અવળી થતી રહેવાની પણ જીવવાનું તો આપણે છે હસી ને યા રોઈ ને! કહ્યું છે ને કોઈએ કે કોઈની યાદમાં જીવી લઈએ એ જ સાચો પ્રેમ છે. મરવાવાળાને પ્રેમમાં હારેલા કહેવાય..

એ પછી એક એક મિનિટ સાગર માટે આખા દિવસની જેમ લાગી રહી હતી. તો પણ સાગરે નક્કી કર્યું કે હું મરવાનું ક્યારેય નહી વિચારું. દિવ્યાની યાદોના સહારે જિંદગી વીતાવી લઈશ..આ વાત ની સાગર સીવાય બીજા કોઈ ને ખબર નથી. 

હવે એ જ્યાં રહે ત્યાં સાગરને એના ફ્રેન્ડના લગ્નમાં જવાનું હતું...

હવે સાગરનું મન ત્યાં જવા માટે માનતું ના હતું. દિવ્યાને જોઈને મને મારી જાતને હું કાબુ નહી કરી શકું એવું સાગરને લાગતું...

ઘણા વિચાર કર્યા પછી સાગરે નક્કી કર્યું કે હું એને છેલ્લી વાર ફેસ ટુ ફેસ જોઈ લઉં અને સાગરે જવાનું નક્કી કર્યું...

ત્યાં સાગર ગયો...

દિવ્યા વારંવાર સાગરની સામે આવી રહી હતી એ જોઈ સાગરનું મન વિચલિત થઈ રહ્યું હતું. એની સાથે વાત ન કરવા સાગર એની જાતને પરાણે કાબુમાં રાખી રહ્યો હતો. સાગરને ક્યાંક એવું લાગી રહ્યું હતું દિવ્યા પણ મને પ્રેમ કરી રહી છે. પણ સાગરના મનમાં અનેક સવાલો હતા...

સાગરની ફ્રેન્ડની જ્યાં જાન જવાની હતી ત્યાં જવા માટે બધા તયાર હતા. ઘણી બધી ગાડીયો હતી પણ બધી ફુલ હોવાથી દિવ્યાને સાગરની ગાડીમાં બેસવાનું થયું. ગાડીમાં બીજા ત્રણ મેંબર હતા, પહોંચવાની તયારી હતી. ના સાગરની મોઢેથી એક શબ્દ નીકળ્યો, કે ના દિવ્યા બોલી. સાગરને હવે સો ટકા એવું લાગી રહ્યું હતું કે દિવ્યા પણ મને પ્રેમ કરે છે સાગર એની જાત ઉપરથી કાબુ ગુમાવી રહ્યો હતો...

વળી સાગરે ઘણા વિચારો કર્યા..

હવે જો પ્રેમનો એકરાર થાય અને દિવ્યા મને કદાચ પ્રેમ કરતી હોય તો એ પ્રેમમાં ઘણા બધા દુઃખી થાય એવું મને લાગ્યું. જ્યાં દિવ્યાનું નક્કી થયું હતું ત્યાં એનુ ટુટે એટલે દિવ્યાના આખા ફેમિલીને દુઃખ લાગે. અને મારા ઘરને પણ, ખાસ મારા ભાભીને. જેને આ વાતની તો ખબર જ નથી. સ્વાભાવિક છે આ બધુ થાય તો વાંક પેલા મારા ભાભીનો આવે આવા વિચારો સાગર કરતો રહ્યો...

અને સાગરનું મન એવું કહે છે કે જે પ્રેમમાં ફેમિલિ આખું દુઃખી થાય તો એ પ્રેમને પામવા કરતાં એની યાદમાં જીવી લેવું વધારે સારું...એટલે સાગર મનને પાછું વાળી લગ્ન પતાવી ત્યાંથી નીક્ળી ગયો...

એક મહીનામાં દિવ્યાના લગ્ન થઈ ગયા. 

છ મહીના પછી..

સાગરની હાલત હજી એવી જ હતી દિવ્યા સિવાય બીજી કોઈ છોકરીનો ખ્યાલ સુધ્ધાં સાગરે ના કર્યો હતો.. આટલા દિવસો વિતી ગયા પછી સાગરને દિવ્યાને જોવાની ખુબ ઈચ્છા થઈ હતી. સાગર દિવ્યાની સામે તો જવા ન માંગતો હતો. એટલે સાગર દિવ્યાના ઘરે તો જવા માંગતો ના હતો...

ત્યાં સાગરના દૂરના કોઈના સંબંધી હતા એટલે સાગર સાંજના સમય તેના ઘરે ગયો. રાત્રે સાગરે સોસાયટીમાં ઘણા બધા ચક્કર લગાવ્યા. પણ દિવ્યા જોવા ના મળી. સવારે ઉઠીને સાગર એના ઘરે જવા નીકળ્યો. બસ સાગરનું ભાગ્ય ત્યાં કામ આવ્યું. દિવ્યા એના ઘરના દરવાજા પાસે જોવા મળી. દિવ્યા ને સાગર છેલ્લી વખત જોવા માંગતો હતો એટલે એ પાંચ મિનિટ દૂર ઉભો રહી દિવ્યાને જોઈ રહ્યો હતો..

દિવ્યા બાજુવાળા સાથે વાત કરી રહી હતી. એના હાવભાવ જોઈ સાગરને એવું લાગ્યું કે એ બહુ ખુશ છે એને કોઈ ટેન્શન નહીં હોય.

એને જોઈને સાગર પણ ઘણા સમય પછી ખુશ થયો હતો. ત્યાંથી નીકળી સાગરે ફરી એની યાદોમાં જીવવાનું ચાલુ કરી દીધું હતું...

આજે એના અઢી વર્ષ થયા..

આજે પણ એક કલાક એવી નહીં ગઈ હોય કે સાગરે દિવ્યાને યાદ નહીં કરી હોય. એ અઢી વર્ષની અંદર કોઈ છોકરી સામે ઉચું મોઢું કરીને સાગરે જોયું પણ ના હતું. હવે એની યાદ જ સાગરના દીલમાં ઘર કરી ગઈ છે..

અંગત કારણોસર અત્યાર સુધી સાગરની સગાઈ ટળી હતી. હવે ફરી સાગરના સંબંધ કરવાની વાતો ચાલવા લાગી હતી ઘરેથી સાગરને ફોર્સ કરવામાં આવી રહ્યું છે કે હવે સાગરને લગ્ન કરી લેવા જોઈએ..

ફરી ઘણા બધા વિચારો પછી સાગરે લગ્ન કરવાનો નિર્ણય કર્યો..

સાગર એવું વિચારી રહ્યો હતો કે મને દિવ્યા ના મળી પણ એના જેટલો પ્રેમ હું બીજી કોઈ છોકરીને આપું અને એનો ભવ સુધરી જાય એ મારા પ્રેમની કદાચ જીત હશે.. 

એને ભુલવી અસંભવ છે છતાં એ પ્રેમ બીજી છોકરીને આપી શકવા હું સક્ષમ છું. આવા વિચારો પછી સાગરે લગ્ન કરી લેવાનું મન બનાવી લીધુ હતું...

આજ સુધી હજી આ વાતની સાગર સિવાય કોઈને ખબર નથી..

અંત...

લેવા જેવું...

કોઈ વાત દિલમાં છુપાવીને ના રાખવી, કહી દેવી પછી ભલે એનો નિર્ણય ગમે તે હોય. જેથી તમને જિંંદગી આખી એ વાતને લઈ પસ્તાવો ના થાય.

પ્રેમનો અંત બીજાને પ્રેમ આપી કરવો જોઈએ.

તમારા પ્રેમને કારણે આખું ફેમિલિ દુઃખી થતું હોય તો પ્રેમનો ત્યાગ કરવો એ વધારે સારું કહેવાય...

પ્રેમમાં આત્મહત્યા કરવી એ પ્રેમની હાર કહી શકાય.









Rate this content
Log in