STORYMIRROR

Parag Mehta

Others

3  

Parag Mehta

Others

એક ડગલું સફળતા તરફ

એક ડગલું સફળતા તરફ

11 mins
279

                                  મિત્રો આપણે જાણીએ જ છીએ કે દેશમાં વસ્તી ડગલે ને પગલે વધતી જ જાય છે. ત્યારે વસ્તીવધારો એ દેશની મુખ્ય સમસ્યા રહી છે. આ વસ્તીવધારામાં તમામ વર્ગના લોકો આવી જાય છે. તેમાં ખાસ કરીને ગરીબ વર્ગના લોકોનો સમુદાય વધારે જોવા મળે છે. આ કારણે એ લોકોને જીવન જીવવા માટે ઘણીબધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી તે લોકોને ઘણીબધી તકલીફો પણ જીવનમાં ઊભી થાય છે. આવા ગરીબવર્ગની દશા ખરેખર દયનીય હોય છે. એટલે જ જયારે-જયારે આપણે ગરીબોને જોઈએ છીએ ત્યારે-ત્યારે મનમાં ઘણાબધા પ્રશ્નો અથવા તો વિચારો આવે છે. જેવા કે આ લોકો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતા હશે ? શું આ લોકોને એક ટંકનું ભોજન પણ નશીબમાં હશે ? શું આ લોકો બધીજ ઋતુઓમાં પોતોની ઝુંપડીઓમાં સુરક્ષિત રીતે રહી શકતા હશે ? વગેરે વગેરે. આ લોકોના મનમાં એવા વિચારો આવતા નહિ હોય કે કાશ હું એક સારા કુળમાં જન્મ્યો કે જન્મી હોત તો ? તો હું પણ કઈક બની શક્યો કે બની શકી હોત. આવા ઘણાબધા સવાલો અથવા તો વિચારો આપણા મનમાં ઉદ્ભવતા હોય છે. આવા સવાલો અથવાતો વિચારોની વાત એટલા માટે આવી, કારણકે આવી જ એક વાતની સફર તરફ હું તમને લઇ જવા માંગું છુ. તો આશા છે કે આ અદ્ભુત સફર એકદમ રસપ્રદ રહેશે અને જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓની સામનો કરતી-કરતી પોતાની મંજિલે પહોચશે. તો આવો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ.

                                 આજથી લગભગ 20-22 વર્ષ પહેલાની આ વાત છે. એક ગરીબ કુટુંબમાં 4 સભ્યો સવિતા, ભીખુ, શિવમ અને લક્ષ્મી હતા. આ કુટુંબ એક શહેરમાં ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં વસતું હતું. તે વિસ્તારમાં આવા જ ઘણાબધા બીજા ગરીબ કુટુંબો રહેતા હતા.આ ગરીબ કુટુંબની ઝૂપડપટ્ટી કઈક આવી હતી --- મેળ વગરના વાંસ અને જુના લાકડાની જાડી પાયાની પટ્ટીઓ જેમ તેમ જમીનમાં ખોડેલા, તેના પર છત તરીકે જૂની તૂટેલી-ફૂટેલી તાલપત્રી, તાલપત્રીના ખાચા બુરવા માટે ફાટેલા-તૂટેલા કપડા લગાવેલા, અમુક ભંગાર જૂની કટાયેલી લોખંડની જાળી અને ચારેબાજુ દોરીએથી બાંધેલી હતી. એ ગરીબ કુટુંબમાં મુખ્ય બે સભ્યો એક ભીખુ અને બીજું તેની પત્ની સવિતા અને તેને બે સંતાન શિવમ અને લક્ષ્મી હતા.

                                 જેમ કુટુંબનું ગુજરાન ચલાવવા માટે કમાવવા જવું પડે તેમ એ ગરીબ લોકોને જોઇને વિચાર આવે કે તે લોકો પોતાનું પેટ ભરવા શું કરતા હશે ? અને તેઓ માટે કમાવવાનો એક જ સ્ત્રોત છે અને તે છે ભીખ માંગીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવું.

                                 ભીખુના કુટુંબની પણ આવી જ પરીસ્થિતિ અથવા તો દશા હોય છે. ભીખુ સવાર પડતા જ ભીખ માંગવા માટે દરરોજ નીકળી જાય છે. કારણકે પેટ માટે કશું તો કરવું ને ? એટલે તે દરરોજ ભીખ માંગે છે. ભીખુનું કુટુંબ એટલું બધું ગરીબ હોય છે કે તેની પાસે તનને ઢાકવા માટે પૂરતા કપડા પણ નથી. ભીખુનો પહેરવેશ કઈક આવો હતો --- ભીખુએ ઘણા છિદ્રોવાળું ગંજી અને તૂટેલા થીગડાવાળો લેંઘો પહેરી ભીખ માંગવા જતો અને રાત્રે મોડો-મોડો પોતાની ઝુંપડીએ પાછો આવતો.

                                 ભીખુને એટલી બધી સૂઝબૂઝ નહોતી કે ક્યાં સ્થળ કે જગ્યા પર જવાથી સારી એવી ભીખ અને સાથે-સાથે કઈક નાની-મોટી ચીજવસ્તુની ભેટ કે જે મોટા-મોટા દાનવીરો ગરીબોને આપી જતા હોય છે. તેથી જ ભીખ ઓછી મળવાને કારણે તેની પત્ની સવિતા રોજ ભીખુને સંભળાવે છે....

સવિતા : આ 2-5 રૂપિયામાં હુ વળે ?

ભીખુ : જે સે ઈ આ જ સે બસ મારી પાહે બીજું કાય જ નથી.

સવિતા : આમાં તો જીવવું કેવી રીતે ?

ભીખુ : તો હુ કરું ? મરી જવું ? ભગવાને જે આપ્યું સે એમાંથી તો જીવવાનું સે.

સવિતા : (એકદમ નિરાશ થઈને આંખોમાં આંસુ સાથે બોલે છે) ભગવાને કાય જ નથી આયપુ હિવાય કે દુઃખ.

ભીખુ : (એકદમ આક્રોસથી બોલે છે) હા એ જ સે દુઃખ (આમ કહેતા-કહેતા ભીખુ ગુસ્સામાં પોતાની ઝૂપડીમાંથી બહાર નીકળી જાય છે. ત્યારે..)

સવિતા : એ હાંભળો સો ? સવિતા પોતે મનમાં ને મનમાં બબડે છે કે મારા સોકરાઓને રોજ આમ ભૂખે કેમ રાખવા ? આમાં તો કાયક થઈ જાહે, હુ થાહે... ? હે ભગવાન ! 

સવિતા : (વધુ ઊચા અવાજે) એ...હાંભળો સો ?

ભીખુ : (લેંઘો ખંખેરતા-ખંખેરતા અંદર આવે છે) હા....ફાટ મોઢામાંથી હુ બોકાહા નાખે સે ?

સવિતા : (થોડા ધીમા અવાજે) મેં જોયું આપણી બે ઝુપડી મેલીને ઓલો ઝુપડીમાં રહે સે એ..ઈ..

ભીખુ : (સવિતાને અટકાવતા) હે... ઈ..કોણ ?

સવિતા : એ લગભગ એકલો રે સે તે..

ભીખુ : (થોડા ઉગ્ર અવાજમાં) અરે હા ભય હા...એ રે તો હુ થયું એને ?

સવિતા : અરે ! થોરુ હળવે બોલો. હવે હાંભળો. હું જયારે કાલે આપણી ઝૂપડીમાંથી બાયણે નીકળી તો જોયું કે એ ઓલો જે હોય તે ઘણુબધું પરસુરણ ગણતો હતો અને મનમાં ને મનમાં હરખાતો હતો.         

ભીખુ : તો એમાં હુ હતું. એ તો જેને જેવી ભીખ મલે તેમ કરે. હયશે ઈ તેના ભાયગનું ખાય સે અને આપણે આપણા ભાયગનું.

સવિતા : અરે ! એમ નહી હું એમ કવ શું કે તો એ આટલી ભીખ ભેગી કરે સે ક્યાંથી ? કે તેને ઘણું મલે અને આપણે કઈ નહિ. એવું હુકામે ? તો હું હુ કવ સુ હાંભળો..

ભીખુ : (થોડા ઉચા અવાજમાં) હા બોઈલ ભય બોલ હુ કે છો ?

સવિતા : એમ કે તમે એની હારે કાયક ઓળખાણ બોણખાણ કરો અને એની હારે જાવ તો આપણનેય કાયક વધુ ભીખ તો મળે.

ભીખુ : (મનમાં થોડું વિચારતા બોલ્યો) એ જોહુ.

સવિતા : (થોડા ઉગ્ર અવાજમાં) હુ જોહુ ? જાવ જાવ એની ઝુપડી પાહે અને કાયક વાત કરસો તો કાયક વરશે. અયાં બેઠા-બેઠા કાય નહી વરે...

ભીખુ : હમ... (મનમાં સવિતાની વાત પર વિચાર કરતા-કરતા ઝુંપડીની બહાર નીકળી જાય છે. ધીમે-ધીમે કાલીની ઝુપડી તરફ આગળ વધે છે અને ઝુપડી પાસે પહોચે છે ત્યાં જ તેને મનમાં કઈક વિચાર આવતા તેના ડગલા પાછળ ફેરવે છે. ત્યાં તરત જ પાછળથી અવાજ આવે છે...) એ.....કોણ સે ન્યા ?

ભીખુ : (કાલીની ઝુપડી પાસે આવીને બોલે છે) હું ભીખુ. હું આલી બાજુ બે ઝુપડી મેલીને ત્યાં ઝુપડીમાં રહુંસુ(હાથથી ઈશારો કરી બતાવે છે) તમે ?

કાલી : (કાલી ઉચા અવાજે)તો આયા હુ કરવા આયો સો ?

ભીખુ : (થોડા ડરથી જવાબ આપે છે) મને એમ થયું લાવ ને જરા આટો મારું અને જોવ કે ન્યા કોણ રહે સે ? (આટલું બોલી ભીખુ પોતાની ઝુપડી તરફ જવાની કોશિષ કરે છે. ત્યાં તો તરત જ કાલી)

કાલી : એ...ભાઈ ! (ભીખુ જાતો-જાતો ઉભો રહે છે) મારું નામ કાલી, મને એમ કે તમારે કોકનું કામ હઈસે એટલે તેને ગોતતા હઇસો. અહી તો સારેયબાજુ આપણે ઝુપડીઓ જ સે એટલે ભૂલ થઈ જાય.

ભીખુ : હા...એ વાત હાચી..પણ આ તો આપણે આજુ-બાજુ હોય તો હવને ટેકો રે.

કાલી : હા...એ..સે. તો આવો...આવો.. આપણે બેહીને વાત કરી.

ભીખુ : હા..તય હાલો...

કાલી : આવો હું અયા એકલો જ રવ સુ.

ભીખુ : અરે ! એકલા ? કેમ તમારા માંય-બાપ ?

કાલી : 2 વરહ માથે સખત બીમારીને કારણે ગુજરી ગયા.

ભીખુ : (એકદમ દુઃખી થઈને) ઓહો..ભાઈ મને ખબર નોતી.

કાલી : અરે એમાં ખબરની હુ વાત કરો સો. એ તો તમે પુયસુ અને મેં જવાબ આયપો.

ભીખુ : હમ.. એક વાત પુસુ ?

કાલી : હા...હા..પૂસો...પૂસો..

ભીખુ : તમે એકલા રયો સો તો તમને બીક નથી લાગતી ?

કાલી : બીક ? હા....હા....હા...(હસતા...હસતા કાલી બોલ્યો) હેની બીક ? ભાઈ બીક-વિક કાય ના હોય હવે ટેવાય ગ્યોસુ અને આપણી મલક વસ્તી તો સે. એમાં બીવાનું હેનાથી ?

ભીખુ : તો હારું કેવાય.... મેં એટલે પૂસયું કારણકે અમે કુલ 4 જણ સીએ એટલે એકલા રહેવાનો ક્યારેય વારો નથી આયો હાટે .ભલે તો કાય પણ કામ હોય તો બરકજો હું હાયલો હવે. (ભીખુને મનમાં એક વિચાર આવે છે કે અત્યારે કઈ બોલવું નથી જો હું કાયક બોલીશ તો તેને થાહે કે હું મારા સવાર્થ હાટુ એને બોલાવું સુ)    

કાલી : હા... હા..મારું પણ કાય કામ હોયતો હાકલ નાખજો.

આમ ભીખુ પોતાની ઝુપડી તરફ આગળ વધી જાય છે અને કાલી પોતાની ઝુપડીમાં ચાલ્યો જાય છે.

બીજા દિવસે ભીખુ સવારે દરરોજની જેમ ભીખ માંગવા માટે નીકળે છે ત્યારે તે કાલીને જુએ છે અને તે કાલીને બુમ પાડી બોલાવે છે.

કાલી : (કાલી પાછળ ફરી જુએ છે) હા..ભીખુ બોલ-બોલ

ભીખુ : તારું કામ સે ભાઈ...

કાલી : હા..ભીખુ બોલ-બોલ હુ કામ સે ?

ભીખુ : ભાઈ તને તો ખબર જ સે કે અમે કુલ 4 જણ સીએ.

કાલી : હા..હા..એ તો તે કાલે મને કીધુતું તો હુ થયું ?

ભીખુ : પણ મને ભીખ મલતી નથી. તો હું હુ કરું ?

કાલી : લે..એ..તો ભાયગ અને જગાની પસંદગી પરથી નક્કી થાય સે કે ભીખ મલશે કે નહી. તો તું વિચારીલે કી જગાએ તારે જાવું સે..બરાબર બીજું કાય હોય તો બોલ.

ભીખુ : પણ ભાઈ એ જ હાળું હમજાતું નથી. એટલે જ મને ભીખ નથી મલતી.

કાલી : તો હવે એમાં હું તારી હુ મદદ કરી હકું ? મને જે ખબર હતી એ પરમાંણે તને રસ્તો તો હુજાળ્યો. બોલ.

ભીખુ : મને કાય જ નથી હમજાતું કાલી.

કાલી : તો હું હુ કરી હકું ભાઈ ? હાલ હું નીકળું સુ..

ભીખુ : (અતિશય નિરાશ થઈ જાય છે. મુજાતા મુજાતા અવાજમાં તેને કાલીને કહ્યું) હું વિચારું સુ કે હું તારી હારે ભીખ માંગવા માટે આવું તો ?

કાલી : (મનમાં વિચારે છે કે જો હું ના પાળીસ તો ભીખુ હાવ અંદરથી તૂટી જાહે અને તેને કારણે તેના ઘરના રજળી પળસે. હું 2-5 દિ હુધી લય જાવ હારે પછી કાયક બાનું કાઢી છુટો પાળી દઈશ. પછી એ જાણે અને એની ભીખ) હા...હા...મારી હારે આવ મને કાય વાંધો નથી પણ કાય નક્કી ન હોય હુ મલે ન પણ મલે.

ભીખુ : હા...કાય વાંધો નય.. હાલશે

કાલી : ભાઈ હવે હાલવા માંડ નકર મોડું થાહે તો કાય નહી મલે..

આમ બંને ભીખ માંગવા માટે નીકળી જાય છે. બંને ને આખા દિવસમાં 15-15 રૂપિયા જેટલી ભીખ મળે છે અને બંને પાછા ઝુપડી તરફ આવતા-આવતા રસ્તામાં વાતો કરે છે.

ભીખુ : ભાઈ કાલી તને આ જગાની કઈ રીતે ખબર ?

કાલી : એમાં એવું સે જયારે મારા બાપા હતા ત્યારે એ મને કેતા કે જ્યાં માણની ગરદી વધુ હોય અથવા તો કાય તેવાર હોય એ જગા પર ભીખ માંગવી. એટલે હું એવી જ જગા પર જાવ છુ.

ભીખુ : એ વાત હાચી.

આમ બંને વાતો કરતા-કરતા ઝુંપડીએ પોહ્ચે છે અને બંને છુટા પડે છે. આ રીતે બંને દરરોજ અલગ-અલગ જગ્યાએ જ્યાં લોકોની અવર-જવર અને ભીડ હોય ત્યાં ભીખ માંગે છે. આ કોઈ વ્યવસાય કે નોકરી નથી કે ફિક્સ વેતન કે રોજ બે પૈસા કમાય. આમાં તો ક્યારેક ભીખ મળે અને ક્યારેક ખાલી હાથે પણ જવું પડે.

આમ બંને જણા રોજની જેમ એક દિવસ ભીખ માંગવા નીકળી પડે છે ત્યારે કાલી જુએ છે.

કાલી : (ઓચિંતો ઝૂપડપટ્ટીમાંથી બહાર નીકળતા ભીખુ ને ઉભો રાખતા કહે છે) એલા આજે હંધાય નવા-નવા લૂગડાં પેરીને જાય સે એટલે આજે કાયક તેવાર બેવાર લાગે સે.

ભીખુ : હઈસે તેવાર હોય તો નવા લૂગડાં પરે જ ને એમાં હુ નવી નવાઈની વાત સે ?

કાલી : અરે એમ તો મનેય ખબર પડે સે પણ આપણે આના પરથી ખબર પળે કે કઈ જગાએ જાવું ? હમજ્યો બબુસક ?

ભીખુ : હઈસે કાલી હઈસે કેવું પડે ભાઈ.

કાલી : એ હઈસેવાળી હાઈલ હવે નીકળીએ નેતર આ ટાણું પણ જાહે.

                                    બંને જણા લોકો જ્યાં મંદિર તરફ જતા હોય છે ત્યાં જાય છે અને બંને પોત-પોતાની જગ્યા શોધી લે છે. લગભગ 2 કલાક બાદ એક ધનવાન વ્યક્તિ ત્યાં આવે છે અને તે બધા ભિખારીઓને ઓઢવાની શાલ દાનમાં આપે છે. તેને કારણે ભીખુ અને કાલી બંને ખુબ જ ખુશ થઈ જાય છે. ધીમે-ધીમે સુર્ય અસ્ત થતો જાય છે અને સાંજ પડતાની સાથે અંધારું થતું આવે છે. અંતે ભીખુ અને કાલીને સવારથી પોતાની ઝુપડી પર જવાનો ઈન્તજાર પૂરો થતા-થતા સારી એવી ભીખ પણ મેળવી લે છે અને બંને પોતાની ઝુપડી પર જવા માટે રવાના થાય છે. રસ્તામાં ચાલતા-ચાલતા બંને વાતો કરે છે.

ભીખુ : કા' કાલી તને આ શાલ ગયમી ?

કાલી : હા..હા.. હુકામે નય ! (કાલી વધારામાં ઉમેરતા) આપણી પાહે તો ઓઢવા માટે લૂગડું પણ ભાયગમાં નથી તો શાલ મલે તો કમસે કમ આપણું તન તો ઢાકી જ હકીએ ને !

ભીખુ : હા હાવ હાચી વાત ભાઈ

કાલી : (ભીખુને અટકાવતા તરત જ બોલ્યો) શાલની હારે-હારે થોડી પેટપુજા માટે કાયક આયપુ હોત તો હારું રેત કેમ ?

ભીખુ : હા..એ પણ હાચું...પણ એલ્યા કાલી આપણા ભાયગ એટલા હારા હોત તો હુ જોતું' તુ ? કાસ આપણે આ લોકોની જેમ હરતા-ફરતા હોત, હારા લૂગડાં અને રેવા માટે મસમોટો બંગલો અને ગાડી…

કાલી : (હજુ ભીખુ વાક્ય પૂરું કરે એ પહેલા જ કાલી બોલ્યો) હા..બસ..બસ હવે સપનાની દુનિયામાંથી બાયણે આવ

આપણા એટલા ભાયગ સારા નથી એ હમજી લે ભાઈ. સપના સપના હોય સે. ખોટી બડ-બડ કરવાનો કાય ફાયદો નથી

આમ બંને વાતો કરતા-કરતા પોતાના ઝુંપડપટ્ટી વિસ્તારમાં પહોચે છે અને પોત-પોતાની ઝુંપડી તરફ જવા લાગે છે.

સવિતા : અરે...વાહ હુ લાયા ? આજે તો કાયક મોટી વસ્તુ અને પેટ ભરવા માટે હારી ભીખ મયલી લાગે સે.

ભીખુ : હા...આજે તો ઓઢવા માટે શાલ મલી જો.

સવિતા : હા...હારુ પણ પેટ માટે હુ ?

ભીખુ : પેટપૂજા માટે તો કાય ના મલીયું પણ તું કાયક કર.

સવિતા : હા એક હારો માણ આવ્યો તો દાન કરવા, એ બે રોટલી અને જરાક દાળ-ભાત દય ગયો સે.

                               આમ માંડ એક-એક કોળિયો ભાગમાં આવે તેમ આ કુટુંબ પોતાનું ગુજરાન ચલાવતું હતું. જમવાનું શેને કહેવાય એ આ લોકો માટે કદાચ જીંદગીમાં પણ નહી સમજાય એવું હતું, પરંતુ સહનશક્તિને કારણે જ આ કુટુંબ ટકી શક્યું હતું.

                               બીજા દિવસે દરરોજની જેમ સવારે ભીખુ ઝુપડીની બહાર નીકળે છે અને કાલીની રાહ જુએ છે. પરંતુ 10 મિનીટ ઉપર થાય છે છતાં પણ કાલી આવતો નથી. ભીખુને મનમાં અનેક વિચારો આવે છે.

ભીખુ : લાગે છે કાલીને ગમતું નથી કે હું તેની હારે ભીખ માંગવા માટે જાવ છુ. તો લાવને હું જ નીકળી જાવ. ના-ના કદાચ મારા આ વિસારો ખોટા હોય તો. કદાચ રસ્તામાં ભેગો પણ થાય. હાલો..હું જાવ તો ખરા.

                              આમ વિચાર કરી ભીખુ ભીખ માંગવા માટે કાલીની સાથે જ્યાં-જ્યાં જતો તેવી જ 3-4 જગ્યાએ ભીખુ જાય છે પરંતુ તેને કાલી ક્યાય નજરે નથી આવતો. આમ ભીખુ 3-4 કલાકથી કાલીને ગોતે છે પણ નથી મળતો. અંતે ભીખુ કાલીની ઝુંપડીએ જવાનું નક્કી કરે છે. ભીખુ કાલીની ઝુંપડીએ પોહ્ચે છે અને ઝુંપડીની અંદર જઈ જોવે છે તો તે કાલીને જોઇને થોડીવાર માટે ડઘાઈ જાય છે. કારણકે કાલી એક ખૂણામાં ઊંધો પડેલો હોય છે. આ સ્થિતિમાં કાલીને જોતા જ તેના મગજમાં અનેક વિચારો ઉમટી પડે છે. ભીખુ એકદમ ધ્રુજતા-ધ્રુજતા કાલી પાસે પોહ્ચે છે. તેની આંખોમાં અજીબ ડર જાણે ડોકાતો હોય તેમ લાગે છે. ભીખુ કાલીને ઉઠાડવા માટે પોતાનો હાથ તેના તરફ લઇ જાય છે ત્યારે એકદમ ધ્રુજતા હોય છે. ભીખુ ધ્રુજતા હાથે તેને ઉઠાડે છે.

ભીખુ : કાલી...એ...કાલી..(એકદમ ડરતા-ડરતા અવાજે)

                             પરંતુ કાલી કઈ બોલતો નથી. એમ ને એમ પડયો હોય છે. કાલી કઈ જવાબ ન આપવાથી ભીખુ એકદમ ગભરાઈ જાય છે. ભીખુના મનમાં અનેક વિચારો આવે છે કે કાલીને શું થયું હશે ? ભીખુનું શરીર પરસેવાથી ભીંજાય છે જાણે તેને ભીના કપડા પહેરી લીધા હોય તેટલું ભીનું હોય છે. અંતે ભીખુ પોતા પર કાબુ રાખી થોડી હિમ્મત ભેગી કરી કાલીને સીધા કરવાની(પોતાની તરફ પડખું ફેરવવાની) કોશિષ કરે છે અને થોડી મહેનત કરી કાલીનું શરીર સીધા થતાની સાથે ભીખુ તેને જુએ છે તો કાલીના મોમાંથી લાળ ઝરતી હોય છે, કાલીની આંખોના ડોળા અધ્ધર થઈ ગયેલા અને શરીર એકદમ ઠંડુ પડી ગયું હોય છે. કાલીની આ હાલત જોતા ભીખુ એકદમ ગભરાઈ થોડો પાછળ ધકેલાય છે અને તેનું મો ખૂલેલું ને ખૂલેલું રહી જાય છે.


ક્રમશઃ


Rate this content
Log in