STORYMIRROR

Bharti bhayani

Others

4  

Bharti bhayani

Others

દાકતર દીદી

દાકતર દીદી

2 mins
354

આસ્થા સ્વભાવે સરળ. બાળપણમાં જ માતાને ગુમાવી દીધી હતી. હાઈસ્કૂલ પછી કોલેજ કરતાં અમરના સંપર્કમાં આવી. અમર પણ અનાથ હતો. બંને એકબીજાને સમજી શકશો એમ વિચારીને યોગ્ય સમયે લગ્ન કરીને પતિ પત્ની બન્યા. જીવન સરસ રીતે પસાર થઈ રહ્યું હતું. 

સમય જતાં આસ્થાને સારા દિવસો આવ્યા. કોઈ ઉજવણી કરવામાં હતું નહીં. મિત્રો સાથે નાનકડો પ્રસંગ કરીને પાછી કામમાં લાગી ગઈ. પિયર તો હતું નહીં કે જવાનું હોય. જો કે અમર એની ખૂબ સંભાળ રાખે. અને ત્યાંના સરકારી દવાખાનાના ડોકટર તો મોટી બહેન કહો કે મા એવું ધ્યાન રાખે. આસ્થા તો એને દીદી જ કહેતી. 

એક કડવું સત્ય છે કે આસાનીથી મળે એની કદર ઓછી. એમ ગામના લોકો દવા તો લેવા આવે. પણ કોઈ અઘરો કેસ આવે તો શહેરની તરફ રવાના થઈ જાય. આસ્થાને છેલ્લા દિવસોમાં થોડી તકલીફ પડી. એ દાક્તર દીદી પાસે ગઈ. દાકતર દીદીએ એને વાસ્તવિકતા સમજાવી અને બહાર જવું હોય તો પણ છૂટ આપી. 

આસ્થાને દીદી પર પૂરતી શ્રદ્ધા હતી. એ તો સેવા કરવા અહીં રહ્યા હતા બાકી પોતે પણ અનુભવી જ હતા. આમ પણ આસ્થાને બહાર લઈ જાય એવું કોઈ વડીલ નહોતું. 

ઓપરેશની તૈયારી થઈ ગઈ હતી. આસ્થાને ઓપરેશન થિયેટરમાં લાઈ જવામાં આવી. અંદર કામ કરતા બહેને સહેજ અમથું આસ્થાને પૂછ્યું કે તમે અહીં કેમ રહ્યા ? બહાર જતા રહ્યા હોત તો. અને તમારા મમ્મી કે સાસુ કયા છે ? એકલા ડર નથી લાગતો ? 

આસ્થાએ સુંદર જવાબ આપ્યો કે કદાચ મમ્મી કે સાસુ સાથે હોય તો પણ એ ઓપરેશન થિયેટરની બહાર હોય. મારી સાથે મારા મા સમાન દાકતર દીદી છે. જે મારી સાથે જ હશે. 

દાકતર દીદી આ વાત સાંભળી ગયા. દરેક દાકતર માટે પોતાના દર્દી ભગવાન જ હોય. એ પૂરતી કોશિશ કરીને એમને સાજા કરે. પણ જ્યારે એમને ભરોસો અને કદર મળે તો એમને વધારે આનંદ થાય. 

એક તો અનુભવી દીદી અને આસ્થાની શ્રદ્ધા. બસ થોડી જ કલાકોમાં એક મા વગરની આસ્થાની બાજુમાં રૂ જેવી પોચી સુંદર પરી જેવી ઢીંગલી હતી. જયાં સુધી આસ્થાને ભાન ન આવે ત્યાં સુધી ત્યાંના સ્ટાફે એની ઢીંગલીને સાચવી. પછી એને હાથમાં આપી. 

આસ્થાની આંખો છલકી રહી હતી ખુશીથી. સાથે જ એક ભગવાન સ્વરૂપ દાકતર દીદીની પણ.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍