Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

jasmin patel

Children Stories Inspirational


4.2  

jasmin patel

Children Stories Inspirational


ભગવાન ઓનલાઈન છે !

ભગવાન ઓનલાઈન છે !

3 mins 73 3 mins 73

જીવાભાઇ દરજીએ પોતાની વ્હાલસોયી દિકરી મેઘાવીને, ગામનીજ સરકારી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં હરખભેર પ્રવેશ અપાવ્યો. પરંતુ કોરોના મહામારીના કારણે ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી. જીવાભાઈની કમાણી ટૂંકી પણ દીકરીને ભણાવાના ઓરતા મોટા હતા. તેથી થોડી મુંઝવણ બાદ તેઓ પોતાની રોજીનું એક માત્ર સાધન 'સિલાઈ મશીન' વેચીને શહેરમાંથી સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદી લાવ્યા.

ઘરમાં પ્રથમવાર જ સ્માર્ટ ફોન આવેલો હોવાથી, તેને ઓપરેટ કરવાની સિસ્ટમ શીખવા તેઓ શાળામાં ગયાં, ત્યાં હાજર પહેલા ધોરણના શિક્ષિકા બહેને ઓનલાઇન શિક્ષણ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે,"પહેલા ધોરણનું વોટ્સએપ ગ્રુપ છે. જેમાં મારો ફોટો દેખાશે, એ જોઈ તમને ગ્રુપ ઓળખવામાં સરળતા રહેશે. હું નિયમિત પણે ગૃહકાર્ય અને શિક્ષણ અંગેની માહીતી તેમાં મોકલતી રહીશ. તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો જ્યારે મારા નામ નીચે ઓનલાઇન લખેલું જણાય ત્યારે મેઘાવીને કહેજો મને વોઈસ મેસેજ કરે. જેથી હું તેને યોગ્ય માર્ગદર્શન દ્વારા ઉકેલ લાવી આપીશ." શિક્ષિકા બહેને કહેલી વાત શબ્દસહ જીવાભાઈ એ ઘરે આવીને મેઘાવીને જણાવી. મેઘાવીને ઓનલાઈન શિક્ષણ લેવાની મજા પડવા લાગી. પિતાની મહેનત અને વર્ગ શિક્ષિકા બેનના ઓનલાઇન માર્ગદર્શનથી તે ઝડપથી તુટક તુટક સાદા શબ્દો વાંચતા શીખી ગઈ. 

ઘરમાંથી રોજીનું સાધન જતું રહેવાના કારણે પૈસાની તાણ ઊભી થતા, જીવાભાઇ સતત ચિંતિત રહેવા લાગ્યા.પિતાની ચિંતાને મેઘાવી પારખી ગઈ. પરંતુ,તેની પાસે પિતાને મદદ કરવાનો કોઈ રસ્તો હતો નહીં.

 એક દિવસ તે ઓનલાઇન શિક્ષણ પત્યા પછી વોટ્સએપમાં કુતુહલતાવશ બીજા નંબરો જોતી હતી. મોબાઈલ સેકન્ડ હેન્ડ હોવાના કારણે તેમાં વેચનાર વ્યક્તિના ઘણા નંબર સેવ કરેલા હતા. જેમાં એક નંબર ભગવાનના નામે સેવ હતો. મેઘાવીની નજર આ નંબર ઉપર પડી. સાદા શબ્દો વાંચતા શીખી ગઈ હોવાના કારણે તેને એ નામ વાંચ્યું તેમજ ડીપીમાં શિવજીનો ફોટો જોયો,અને નામની નીચે ઓનલાઈન લખેલું વંચાયું કે, તરત જ ચપળ મેઘાવીના મનમાં વિચાર આવ્યો, મારા બેન ઓનલાઈન હોય છે ત્યારે મને મારા પ્રશ્નોનું નિરાકરણ લાવી આપે છે. આજે તો ભગવાન ઓનલાઇન છે. હું તેમને મારી સમસ્યા જણાવીશ તો તે પણ મને ચોક્કસ સમાધાન લાવી આપશે. આગળ વધારે કંઈ ન વિચારતા, ઉતાવળે તેણે ભગવાનને વોઈસ મેસેજ મોકલ્યો, "હે ભગવાન, હું મેઘાવી જીવાભાઈ દરજી. સરકારી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં અભ્યાસ કરું છું. મારા પિતાએ મને ઓનલાઇન શિક્ષણ અપાવવા રોજીનુ એક માત્ર સાધન એવુ સિલાઈ મશીન વેચીને સ્માર્ટફોન ખરીદ્યો. પરંતુ હવે ઘરમાં બે ટંકના રોટલાનો પ્રશ્ન ઉભો થયો છે, અને જેના કારણે મારા પિતાજી સતત ચિંતામાં રહે છે. તેઓ સ્વાભિમાની હોવાના કારણે કોઈની પાસે કંઈ માંગશે નહીં. તો મહેરબાની કરીને એમને કંઈક કામ અપાવવાની મદદ કરજો." 

વોઈસ મેસેજ મળતાં જ ભગવાનભાઈ એ મેઘાવીની ઓડિયો ક્લિપ સાંભળી. જોગાનુજોગ, તેમની ટેક્સટાઈલ ફેક્ટરીમાં કોરોના મહામારી ને કારણે 'માસ્ક' બનાવવાની કામગીરી પુરઝડપે ચાલી રહી હતી. તેઓ પણ નિષ્ઠાવાન કામદારની શોધમાં જ હતા. બીજા દિવસે સવારે જ એક મોટી ગાડી જીવાભાઈના ઘર આગળ ઉભી રહી તેમાંથી એક સજ્જન ઉતર્યા અને વિનમ્રતાથી પૂછ્યું, 'આ મેઘાવીના પિતા જીવાભાઈનુ ઘર છે ?' જીવાભાઇ એ થોડા અચકાતા કહ્યું,'ઓળખાણ ના પડી !' તરત જ સજ્જને જવાબ આપ્યો, તમને શહેરની માસ્ક બનાવતી એક મોટી ફેકટરીમાં નોકરી મળી છે. સારો પગાર અને રહેવા-જમવાની સગવડ મળશે.   

અચાનક, બનેલી ચમત્કારી ઘટનાથી કંઈ સમજણ પડે એ પહેલા જ મેઘાવી સજ્જન સામે જોઇને બોલી 'તમને ભગવાને જ મોકલ્યા છે ને ?' પછી તેણે પિતાજી સામે જોઈને કહ્યું, તમે ચિંતાના કરો, ફક્ત નોકરી પર જવાની તૈયારી કરો. ત્યાં સુધી હું મારો ઓનલાઈન ભરી દઉં.  

મોબાઇલ લઇને મેઘાવી દોડી ગઈ અને પછી વોટ્માંસ એપ્પમાં ભગવાનને ઓનલાઈન જોઈ હર્ષાશ્રુ સાથે વોઇસ મેસેજ કર્યો "થેન્ક્યુ ભગવાન" અને ખુશીથી મનમાં બોલી, ખરેખર ભગવાન ઓનલાઈન છે !


Rate this content
Log in