અદ્ભુત અનુભવ બગીચાનાં બાંકડે
અદ્ભુત અનુભવ બગીચાનાં બાંકડે
મુંબઈમાં આવેલા પ્રખ્યાત પાંચ બગીચામાં સમૂહમાં ઘણા લોકો મળતા હતા પછી પાંચના પાંચના ગ્રૂપમાં બાંકડે બેસતા હતા.
પછી બધા ભેગા મળીને એજ જૂથમાં જાત જાતની અનેક રમતો રમતા. જેમ કે અંતાક્ષરી, શબ્દની રમત વગેરે રમતા.
ત્યાર પછી અંતાક્ષરીની રમતથી શરૂઆત કરતા. એમાં ગીતો ને ભજનનો પણ સમાવેશ થતો હતો.
વારાફરથી અક્ષર પરથી યુવાનો ગીત ગાતા ને વૃદ્ધ લોકો ભજન ગાતા.
આમ એક બીજાના જૂથમાં બેસીને મજા લેતા ને સુંદર વાતાવરણનો અનુભવ માણતા હતા.
પછી શબ્દની રમત રમતા જેમાં અલગ અલગ શબ્દોમાંથી કહેવતો બનાવવાની હતી.
આ રમતોમાં બધાને ખુબ મજા આવતી હતી.
રમતો પુરી થતી એટલે બધા પોત પોતાના બાંકડે એક બીજા સાથે ઘરેથી લાવેલો નાસ્તો કરતા અને સાથે વાતો, મજાક મસ્તી કરતા હતા.
પછી બધા ત્યાંનું પ્રખ્યાત કાલાખટ્ટા બાંકડા પર બેસીને પીતા હતા.
ક્યારે સમય પસાર થઈ જતો ખબર જ ન પડતી હતી.
બગીચા નાં બાંકડા પર બેસીને ખુશનુમાં વાતાવરણનો આનંદ ને અનુભવ કાંઈ અલગ જ હોય.
ત્યાંથી જવાનું મન જ ન થાય એવું લાગે જાણે કલાકો સુધી ત્યાં બેસીને મજા માણતા જ રહીએ.
