વસંતના પંથે પાંચાળ
વસંતના પંથે પાંચાળ
1 min
165
આ ઝાકળ ઝોલા ખાય ભર ઉનાળે રે,
ઈ ભલી મારી ભોમકાના દ્વાર પાંચાળે રે.
આ પંખીડા કલરવ કરે ભર ઉનાળે રે,
ઈ ભલી મારી ભોમકાના દ્વાર પાંચાળે રે.
આ સૂર્ય સંતા-કૂકડી રમે ભર ઉનાળે રે,
ઈ ભલી મારી ભોમકાના દ્વાર પાંચાળે રે.
આ વૃક્ષોએ પવન ફૂંકયો ભર ઉનાળે રે,
ઈ ભલી મારી ભોમકાના દ્વાર પાંચાળે રે.
આ સોનગઢ શીતળ છાંયે ભર ઉનાળે રે,
ઈ ભલી મારી ભોમકાના દ્વાર પાંચાળે રે.
આ થાનગઢ થનગને આ ભર ઉનાળે રે,
ઈ ભલી મારી ભોમકાના દ્વાર પાંચાળે રે.
આ જન્મભૂમિ હરિયાળી ભર ઉનાળે રે,
ઈ ભલી મારી ભોમકાના દ્વાર પાંચાળે રે.
