વર્ષો પછી પ્રેમિકાને મળતાં…
વર્ષો પછી પ્રેમિકાને મળતાં…
1 min
27.7K
ઓળખ્યોને કોણ છું?
પાંપણ પર ઝૂલતો‘તો, તમને કબૂલતો‘તો, આભ જેમ ખૂલતો‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?
ચોપડીનાં પાનાંમાં સૂક્કું ગુલાબ થઈને રહેવાને આવ્યું‘તું કોણ?
તમને વણબોલાવ્યે મારી આ શેરીમાં બોલાવી લાવ્યું‘તું કોણ?
કળી જેમ ફૂટતો‘તો, તમને જે ઘૂંટતો‘તો, તોય સ્હેજ ખૂટતો‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?
લાગતો‘તો જીવનમાં તમને દુકાળ, ત્યારે આવ્યો તો થઈને વરસાદ,
સૂક્કા ભઠ ખેતરમાં ત્યારબાદ મોલ ખૂબ ખીલ્યો‘તો આવ્યું કંઈ યાદ?
યાદ ન’તો રહેતો જે, આંસુ થઈ વહેતો જે, તોય કંઈક કહેતો જે, એ જ હું;
ઓળખ્યોને કોણ છું?
