વર્ષા રાણી અને પ્રિયત્તમા
વર્ષા રાણી અને પ્રિયત્તમા
1 min
3.1K
હળવે રે હાથે હું અડકું તને,
તારી સાડીનો છેડો સરી જાય.
હાથ મારા એ વાદળા કાળા ડિબાંગ,
તારી સાડીનો છેડો વરસાદી ધાર.
શ્રાવણીયો મેઘ ઓલો વરસે રીમઝીમ,
બની અલ્લડ સરિતા તું છલકાય.
શ્રાવણીયો મેઘ એ કાનુડો કાળીયો,
અલ્લડ સરિતા જેવી તું રાધા.
ભીની માટીની મહેક અહીં મઘમઘે,
તારા સ્પર્શે ઝણઝણાટી થાય.
ભીની માટી તારા માથાનો ગજરો,
તારો સ્પર્શ બન્યો આકાશી વીજળી.
વરસે મેઘ આકાશે અનરાધાર,
તું વેલ બની મને વીંટળાય.
વરસતો મેઘ એ લાગણીનું ઝરણું,
તું વેલ બની પ્રેમની કટાર.
