STORYMIRROR

Vijay Jadav

Others Inspirational

3  

Vijay Jadav

Others Inspirational

વિજય - વિકાસ

વિજય - વિકાસ

1 min
13.6K


કોંગ્રેસ આવે કે પછી ભાજપ છો આવે,

આપણને તો કહુ ટૂંકમાં સૌં સાથે ફાવે. 

'વિકાસ ગાંડો થ્યો છે'ની બૂમો પડે છે, 

પણ હોય કોઈની કને તો ડા'યો લાવે. 

મા મૂકી માસી ધાવવા હેંડ્યા છે મૂર્ખો, 

દેશી મૂકીને લોકો જરશી ગાયો લાવે. 

વિકાસ કરનારાને પૂછો કેમ થાયે ?

ભૈં આપણી અક્કલ તો ત્યાં કામેય ના'વે. 

કરવા દો જેને જેમ ફાવે એમ સાહેબ, 

જગમાં "વિજય" તો હરિતણા બસ ગુણલાં ગાવે. 


સામગ્રીને રેટ આપો
લોગિન