તકલીફ
તકલીફ
1 min
14.4K
વધારે વાત કરવામાં ઘણી તકલીફ વેઠું છું
ખરી ખોટી સમજવામાં ઘણી તકલીફ વેઠું છું.
જૂની ખાટ્ટી અને મીઠ્ઠી મધુરી યાદ આવે છે.
હવે નવ્વી છતાં કડવી ઘણી તકલીફ વેઠું છું.
જુના ઘરમાં જે જોયા’તાં એ સપના યાદ આવે છે.
નવા ઘરમાં નિંદર લેતાં ઘણી તકલીફ વેઠું છું.
જુના મિત્રોના પાત્રોની મધુરી યાદ આવે છે.
નવા મિત્રોના ચિત્રોથી ઘણી તકલીફ વેઠું છું.
જીવનના માર્ગમાં દોડી અને તોડી દીધું જીવતર
તૂટેલા તનની તસ્દીમાં ઘણી તકલીફ વેઠું છું.
વધારે વાત છોડીને હવે હું થઈ ગયો છું ચૂપ
છતાં મૂંગી મુસીબતમાં ઘણી તકલીફ વેઠું છું.
