STORYMIRROR

Saket Dave

Others

3  

Saket Dave

Others

તારામાં મારું હોવાપણું...

તારામાં મારું હોવાપણું...

1 min
14.4K


તારામાં મ્હારું હોવાપણું કેવું છે ?

નથી વરસાદ, તોય ટપકતું નેવું છે.

 

આડશ બની આજ જો ઊભા રહો તો,

જૂની કોઈ ભીંત માફક ખરી લેવું છે.

 

થાક જરા હજી વધે જો જિંદગીનો,

ધીરેથી સાવ ‘થુપ્પીસ’ કહી દેવું છે.

 

સાવ હળવી ફૂંક એક બસ હવે તો,

જીવન મારું કાગળ હોડી જેવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Saket Dave