સૂકુન
સૂકુન
1 min
1.2K
કીધું જો હોત તને તો ક્યાં હાથ તારો દૂર છે
છે કૈક ભૂલ મારી કે પછી વેદના કમ છે
કરી ઉંમર ભર પ્રતીક્ષા તારી કોઈ ખબર ના મળી
કદાચ પ્રાર્થનામાં અસર મારી કમ છે
થયા હાલ બેહાલ નજર તને ક્યાં આવે છે
ક્યારે મળશે ખબર અહીં દમ મારો નીકળે છે
છે જીવનભર ની માત્ર અભિલાષા શ્યામ તુજ દર્શનની
પણ મંજુર નથી એ બોલવું હું તોજ તું આવે
હવે હાલત તું જોય મારી ને કર રાજીપો
કે મરણ પહેલા જીવન ને મારા સૂકુન આવે