STORYMIRROR

Radhika Shyam

Others

2  

Radhika Shyam

Others

શ્યામ બાવરી રાધા

શ્યામ બાવરી રાધા

1 min
2.6K


હવે નિંદર આવતી નથી, 
હૈયે ધીરજ ધરાતી નથી... શ્યામળીયા...
તારાં વિજોગરૂપી ઠંડીથી મારાં કાળજડા,
જેમ હીમાળામાં હાડ ગળે તેમ ગળતા જાય છે...
તો શ્યામળીયા વહેલેરાં ગોકુળ પધારજો...!
આ પોષ મહીનો પણ પૂરો થવા આવ્યો. 
પણ હજી આયુષ્ય કેમ ટક્યું છે...
તને તો ખબર છે ને... વ્હાલીડા...
પોષ મહીને પ્રિતમાં, મારાં કાળજડાં કરમાય,

જોબન ઉસાસે જાય, તારાં વિરહમાં શ્યામળીયા.
જો જડે તમને એ દલ ચોર તો' કહેજો...


Rate this content
Log in