STORYMIRROR

Himal Pandya

Others

3  

Himal Pandya

Others

શું કામનું?

શું કામનું?

1 min
13.6K


આપણે પાછા વળી ગ્યા'તા ડરીને;
એ જ રસ્તે લ્યો હવે આવ્યા ફરીને!

અે પછી લોહી બની વહ્યા કર્યા છે;
આંસુઓ પાછા ફર્યા જે ઓસરીને.

સાવ સંકુચિત મનના નીકળ્યા ને?!
જે થયા'તા ખૂબ મોટા વિસ્તરીને.

કામ ના આવ્યું કશું યે આખરે તો,
કેટલું ભેગું કર્યુ'તું સંઘરીને!

તું પરાણે આમ શ્વાસો આપજે ના;
મેં જીવન માગ્યું નથી કંઈ કરગરીને!

આવડતથી આ જગા કોઈક લેશે!
જોઈ લઈએ ચાલ, વેળાસર ખરીને.


Rate this content
Log in